ક્યોંકિ...માં જોવા મળશે માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર
ક્યોંકિ...માં બિલ ગેટ્સ
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ના એક પ્રોમો અનુસાર આ સિરિયલમાં માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર અને સખાવતી બિલ ગેટ્સ આગામી એપિસોડમાં મહેમાન ભૂમિકામાં જોવા મળવાના છે. ટીઝરમાં જોવા મળે છે બિલ ગેટ્સ આ શોના મુખ્ય પાત્ર તુલસી સાથે વિડિયો-કૉલના માધ્યમથી જોડાય છે અને જય શ્રી કૃષ્ણ બોલીને તેનું અભિવાદન કરે છે. તુલસી જવાબ આપતાં કહે છે, ‘એ જાણીને આનંદ થાય છે કે તમે છેક અમેરિકાથી અમારા પરિવાર સાથે સંવાદ કરી રહ્યા છો. અમે સૌ આતુરતાથી તમારી વાટ જોઈ રહ્યા છીએ.’


