Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ-ઍન્કર ચારુલ બની ઍક્ટ્રેસ‘હપ્પુ કી ઉલટન પલટન’માં દેખાશે

ન્યુઝ-ઍન્કર ચારુલ બની ઍક્ટ્રેસ‘હપ્પુ કી ઉલટન પલટન’માં દેખાશે

09 June, 2021 12:35 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કૉમેડી શોમાં રુષાના કૅરૅક્ટરમાં જોવા મળનારી આ જર્નલિસ્ટ ન્યુઝ ચેનલો સાથે કામ કરી ચૂકી છે

ચારુલ

ચારુલ


ઍન્ડ ટીવીના કૉમેડી શો ‘હપ્પુ કી ઉલટન પલટન’માં એક નવું કૅરૅક્ટર એન્ટર થઈ રહ્યું છે. હપ્પુસિંહના કમિશનર રેશમપાલની ભત્રીજી રુષા શોમાં આવશે, જે બોલ્ડ છે અને પોતાની લાઇફ પોતાની રીતે જીવવા માગે છે.

રુષાના આ કૅરૅક્ટરમાં બીજું કોઈ નહીં, પણ દેશની જાણીતી ન્યુઝ-ઍન્કર ચારુલ મલિક જોવા મળશે. જર્નલિસ્ટમાંથી ઍક્ટ્રેસ બનતી ચારુલનો આ પહેલો શો છે.



આ અગાઉ ચારુલ ‘ઇન્ડિયા ટીવી’ અને ‘આજતક’ જેવી દેશની જાણીતી ન્યુઝ-ચૅનલમાં ઍન્કર રહી ચૂકી છે. ચારુલે પોતાની કરીઅરની શરૂઆત ‘સ્ટાર ન્યુઝ’ (હવે એબીપી ન્યુઝ)થી કરી હતી. ચારુલ કહે છે, ‘નૅચરલી, લાઇફની આ નવી ઇનિંગ છે તો ટેન્શન છે, પણ સાથોસાથ એક્સાઇટમેન્ટ પણ ખૂબ છે. મને લાગે છે કે હું આ રોલ પણ એ જ રીતે નિભાવીશ જે રીતે મારી પહેલાંની જવાબદારી પણ નિભાવતી હતી.’


ચારુલ પાસે એક ફિલ્મની પણ ઑફર હતી અને આ શોની પણ ઑફર હતી. ચારુલે આ શો પસંદ કર્યો જેનું કારણ સમજાવતાં ચારુલે કહ્યું કે ‘જબરદસ્ત પૉપ્યુલર શોના ભાગ બનીને નૅચરલી હું કમ્ફર્ટેબલ ફીલ કરું છું. મને ખબર છે કે મારી આસપાસ સીઝન્ડ ઍક્ટર્સ છે જેની પાસેથી મને ઘણું શીખવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 12:35 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK