Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવનાર ‘બિગ બૉસ’ને કરણ જોહર હોસ્ટ કરશે

ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવનાર ‘બિગ બૉસ’ને કરણ જોહર હોસ્ટ કરશે

25 July, 2021 10:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વખતે આ રિયલિટી શો ટીવી પર આવતાં પહેલાં વૂટ પર ૮ ઑગસ્ટે શરૂ થવાનો છે

કરણ જોહર

કરણ જોહર


ડિજિટલ પ્લૅટફૉર્મ પર શરૂ થનારો ‘બિગ બૉસ’ નો શો કરણ જોહર હોસ્ટ કરવાનો છે. આ વખતે આ રિયલિટી શો ટીવી પર આવતાં પહેલાં વૂટ પર ૮ ઑગસ્ટે શરૂ થવાનો છે. આ શો ૬ અઠવાડિયાં ચાલશે. આ શોને પહેલાં શેહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા હોસ્ટ કરશે એવી ચર્ચા હતી. ટીવી પર શરૂ થનરા આ શોને સલમાન ખાન હોસ્ટ કરશે. શો હોસ્ટ કરવાની તક મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘મારી મમ્મી અને હું ‘બિગ બૉસ’નાં મોટાં ફૅન્સ છીએ. એને એક દિવસ પણ જોવાનું નથી છોડતાં. એક દર્શક તરીકે તેના ડ્રામા મને ખૂબ મનોરંજન આપે છે. દાયકાથી હું શોને હોસ્ટ કરવાનું એન્જૉય કરું છું અને હવે ‘બિગ બૉસ ઓટીટી.’ એ ખરેખર અદ્ભુત રહેશે. ‘બિગ બૉસ ઓટીટી’માં સેન્સેશનલ અને ડ્રામૅટિક કન્ટેન્ટ રહેશે. આશા છે કે હું મારા દર્શકો અને ફ્રેન્ડ્સની આશાએ ખરો ઊતરીશ. સ્પર્ધકો સાથે વીક-એન્ડ કા વારને હું મારી સ્ટાઇલમાં માણવાલાયક બનાવીશ. મનોરંજનની દૃષ્ટિએ તો સર્વ લોકો એને ખૂબ જ એન્જૉય કરશે. તમે રાહ જુઓ.’


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2021 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK