° °

આજનું ઇ-પેપર
Monday, 27 September, 2021


ગોવિંદાની પત્નીની કમેન્ટ પર ભડકી કૃષ્ણા અભિષેકની પત્ની, કહ્યું ‘કોણ છે સુનીતા?’

12 September, 2021 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મામા-ભાણિયા ગોવિંદા અને કૃષ્ણા અભિષેકનો ઝઘડો વર્ષ ૨૦૧૮થી ચાલી રહ્યો છે

કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક (ડાબે), સુનિતા અને ગોવિંદા (ફાઈલ તસવીરો)

કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક (ડાબે), સુનિતા અને ગોવિંદા (ફાઈલ તસવીરો)

‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)ના આ વિકએન્ડ એપિસોડમાં બૉલિવૂડ સ્ટાર ગોવિંદા (Govinda), તેની પત્ની સુનીતા આહુજા (Sunita Ahuja) અને બાળકો ટીના આહુજા (Tina Ahuja) અને યશવર્ધન આહુજા (Yashvardan Ahuja) આ એપિસોડમાં અભિનેતાનો ભાણિયો કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) હાજર રહ્યો નહોતો. સુનીતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે હવે કૃષ્ણાનો ચહેરો પણ જોવા નથી માગતી. આ સાથે જ સુનીતાએ એમ પણ કહ્યું હતું કે તે જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી તેમના મતભેદો દૂર થશે નહીં. હવે કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહ (Kashmera Shah) નારાજ થઈ છે અને તેણે સુનીતાને જડબાતોડ જવાબ આપ્યો છે.

કાશ્મીરા શાહે આજતકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘સાચું કહું તો મને આ આકા વિવાદમાં બે રૂપિયાનો પણ રસ નથી. આ લોકો મારા માટે છેલ્લાં પાંચ વર્ષથી અસ્તિત્વ જ નથી ધરાવતા. તેમના વિશે હું વાત કરવા નથી માગતી. તમે જોયું હશે કે મેં લાંબા સમયથી આ લોકો અંગે કોઈ વાત નથી કરી, નહીંતર તેમના માટે કહેવા માટે મારી પાસે પણ ઘણું છે’.

આગળ તેણે કહ્યું કે, ‘સોશ્યલ મીડિયામાં ચાહકોએ તેને (સુનીતા) જવાબ આપી દીધો છે. તે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. તેમણે એમ કહ્યું હતું કે કૃષ્ણા ટેલેન્ટેડ નથી. આવું એ જ લોકો બોલે છે, જેમનામાં ટેલેન્ટ નથી હોતી અથવા તો ટેલેન્ટની સમજ નથી હોતી. એ જ લોકો તમારા વિશે ખરાબ બોલે છે, જેમણે પોતે આ દુનિયામાં કંઈ કર્યું હોતું નથી. જે તમને પોતાનાથી ઓછા આંકે છે. જ્યારે તમે એક્ટર બનો છો, ત્યારે તમારી લાઇફ પ્રાઇવેટ રહેતી નથી, પબ્લિક થઈ જાય છે. તમારે દરેક બાબત માટે તૈયાર રહેવું પડે છે. જો લોકો તમારા નામ પર જોક્સ બનાવશે અને લખશે તો તમે બધાને એમ કહેશો કે તેને કારણે તમારી કરિયર બની છે’.

વધુમાં કાશ્મીરા શાહે કહ્યું હતું કે, ‘પહેલાં મારા પર તેમની વાતોની અસર બહુ થતી હતી. પરંતુ જ્યારે તેઓ મારા બીમાર બાળકોને જોવા ન આવ્યા ત્યારથી જ તેઓ મારી આંખમાંથી ઉતરી ગયા છે. મેં ત્યારથી જ તેમની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું છે. ખરાબ સમયમાં સાથ આપે તેને પરિવાર કહેવાય. પણ આ લોકો અમારી સાથે ઊભા રહ્યાં નહોતા’.

કાશ્મીરાએ ગુસ્સામાં કહ્યું હતું કે, ‘કેટલાક લોકો કૃષ્ણા અંગે ફાલતુ વાતો કરે છે. બની શકે તે એપિસોડમાં કૃષ્ણાની જરૂર ન હોય પણ તેમને કોણ સમજાવે! તમારે મને પૂછવું હોય તો પ્રિયંકા ચોપરા વિશે પૂછો, કેટરીના વિશે પૂછો, આ સુનીતા કોણ છે? મેં મારી જાત પર મારું નામ બનાવ્યું છે. મારી ઓળખ કોઈની પત્ની તરીકે નથી આપવામાં આવતી. તો હું આવા લોકો અંગે વાત કરવા નથી માગતી’.

આ પણ વાંચો : ગોવિંદાની પત્ની સુનીતાએ કૃષ્ણ અભિષેક પર કટાક્ષ કર્યો : તેનો ચહેરો જોવા માગતી નથી

આથી વિપરિત કૃષ્ણા અભિષેકે મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે, ‘મામા-મામી હું ઈચ્છું છું કે આ ઝઘડાનો ઉકેલ ગણપતિજી લાવી દે. આપણે બધા એકબીજાને પ્રેમ કરીએ છીએ. જે થોડાં ઘણાં ઈશ્યૂ છે તેનો ઉકેલ આવી જાય. એવી જ પ્રાર્થના કરું છું’.

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૮માં કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી કે કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ પોસ્ટ પર સુનીતાએ કહ્યું હતું કે, આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યારબાદ ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

12 September, 2021 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

સ્ટ્રેસ-ફ્રી લાઇફનો મંત્ર શું છે રેહના પંડિતનો?

મહામારીને કારણે લાગેલા લૉકડાઉન દરમ્યાન લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કલાકારો કોઈ ને કોઈ પ્રકારે કાર્ય કરતા હતા. મહામારી અને લૉકડાઉને લોકોના જીવનમાં ઊથલપાથલ મચાવી દીધી છે

26 September, 2021 12:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ 15’માં શમિતા શેટ્ટી, ડોનલ બિશ્ત અને અસીમ રિયાઝ કન્ફર્મ

પ્રતીક સહજપાલ પણ આ શોમાં જોવા મળશે

25 September, 2021 02:26 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

TKSS: કપિલ શર્મા શોના નિર્માતાઓ અને સોની ટીવીના ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ FIR

ધાક્કડના જણાવ્યા અનુસાર, શોના એન્કર કપિલ શર્મા અને સોની ટીવી ડિરેક્ટર એમપી સિંહ વિરુદ્ધ IT એક્ટ અને એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

24 September, 2021 06:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK