આવા જ ભાવ સાથે ધર્મેશસરે પોતાનું લક્કી જૅકેટ ‘ડાન્સ દીવાને’ની કન્ટેસ્ટન્ટ પીયૂષ ગુરબેલેને આપ્યું હતું
કોન્ટેસ્ટન્ટ સાથે ધર્મેશ સર
કલર્સ ચૅનલના રિયલિટી શો ‘ડાન્સ દીવાને’ની ત્રીજી સીઝનના એપિસોડમાં ગુરુપૂર્ણિમાના સેલિબ્રેશન સમયે એક સૉન્ગ પીયૂષ ગુરબેલેએ જજ ધર્મેશ યેલાંદેને ડેડિકેટ કરતાં ધર્મેશે ખુશ થઈને પોતાનું સૌથી પહેલું અને તેની આઇડેન્ટિટી બની ગયેલું જૅકેટ પીયૂષને ગિફ્ટ કર્યું હતું. ધર્મેશ માટે એ જૅકેટ અત્યંત મહત્ત્વનું હતું. ધર્મેશ કોઈ પણ મહત્ત્વની જગ્યાએ જતી વખતે એ જ જૅકેટ પહેરતો. ધર્મેશ જે જૅકેટને પોતાનાથી સહેજ પણ દૂર નહોતો કરતો એવું કહીએ તો પણ ચાલે, એમ છતાં ધર્મેશે એ જૅકેટ પીયૂષને આપ્યું. ધર્મેશસરે કહ્યું કે ‘મને લક્કી બની એ ચીજ બીજાને પણ લક્કી બને એ માટે મારે એ છોડવી જ જોઈએ અને હું તો ઇચ્છું છું કે પીયૂષ પણ એ બધી ઊંચાઈઓ મેળવે જેને માટે મેં મહેનત કરી છે.’
ધર્મેશ યેલાંદેએ પીયૂષને જૅકેટ આપ્યું ત્યારે તે રડી પડ્યો હતો.