‘બિગ બૉસ 15’ના ઘરમાં પાર્ટનરને શોધવા નથી માગતો નિશાંત ભટ્ટ
પ્રેમ સે દૂર
‘બિગ બૉસ 15’ના ઘરમાં ફાઇટ અને પ્રેમ આ બે વસ્તુ ખૂબ જ વધુ જોવા મળે છે. ઘણી વ્યક્તિ આ ઘરમાં પ્રેમમાં પડે છે, પરંતુ નિશાંત ભટ્ટ એમાં પડવા નથી માગતો. ‘બિગ બૉસ 13’માં પારસ છાબરા અને માહિરા શર્મા, સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ, ‘બિગ બૉસ 14’ના ઘરમાં એજાઝ ખાન અને પવિત્રા પુનિયા, અલી ગોની અને જાસ્મિન ભસિનની જોડી વચ્ચે પ્રેમ જોવા મળ્યો હતો. ‘બિગ બૉસ ઓટીટી’માં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ વચ્ચે પ્રેમ જોવા મળ્યો હતો. ‘બિગ બૉસ 15’ના ઘરમાં ઈશાન અને માઇશા વચ્ચે પ્રેમ જોવા મળી રહ્યો છે. જોકે આ વિશે નિશાંતનું કહેવું છે કે ‘બિગ બૉસના ઘરમાં હું પ્રેમ નહીં શોધું. બહાર જે થવાનું હશે એ થશે, પરંતુ ઘરમાં કંઈ નહીં. જોકે દોસ્તી અને લાઇફટાઇમના બૉન્ડ માટે હું હંમેશાં તૈયાર રહું છું. આ ઘરમાં એવું હોય છે કે તમને કોઈ હંમેશાં જોઈએ છે. જોકે એનો મતલબ એ નથી કે એ વ્યક્તિ મારો પાર્ટનર જ હોવો જોઈએ. પ્રેમમાં પડવું એ મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે અને હું એ માટે કોઈ ઉતાવળ કરવા નથી માગતો.’