Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીએ ના પાડી હોવાથી ‘ખતરોં કે ખિલાડી’ માટે ના પાડી હતી પારસ છાબરાએ

મમ્મીએ ના પાડી હોવાથી ‘ખતરોં કે ખિલાડી’ માટે ના પાડી હતી પારસ છાબરાએ

31 July, 2021 04:20 PM IST | Mumbai
Agency

જો આવતા વર્ષે મને ‘ખતરોં કે ખિલાડી’ની ઑફર કરવામાં આવશે તો હું જરૂર જઈશ અને હું જીતીને આવીશ. હું રિયલિટી શોમાં એક બેન્ચમાર્ક સેટ કરવા અને લોકોનાં દિલ જીતવા જાઉં છું

પારસ છાબરા

પારસ છાબરા


પારસ છાબરાને ‘ખતરોં કે ખિલાડી’ની હાલમાં ચાલી રહેલી સીઝન ઑફર કરવામાં આવી હતી. જોકે ‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનમાં જોવા મળેલા પારસે એ માટે ના પાડી દીધી હતી. તે પોતાને સંસ્કારી પ્લેબૉય તરીકે ઓળખાવે છે. આ વિશે પૂછતાં પારસે કહ્યું હતું કે ‘મારો સંપર્ક ‘ખતરોં કે ખિલાડી’ માટે કરવામાં આવ્યો હતો, પણ એ સમયે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને એટલું સેફ નહોતું. કોવિડ-19ના ક્રાઇસિસ માટે મેં શો નહોતો સ્વીકાર્યો. આવા મુશ્કેલીના સમયમાં હું ત્યાં જાઉં એનાથી મારી મમ્મી ખૂબ ડરી રહી હતી. તેણે મને નહોતો જવા દીધો.’
આગામી સીઝનમાં જવાની ઇચ્છા રાખનાર પારસે આ વિશે વધુ જણાવતાં કહ્યું હતું કે ‘જો આવતા વર્ષે મને ‘ખતરોં કે ખિલાડી’ની ઑફર કરવામાં આવશે તો હું જરૂર જઈશ અને હું જીતીને આવીશ. હું રિયલિટી શોમાં એક બેન્ચમાર્ક સેટ કરવા અને લોકોનાં દિલ જીતવા જાઉં છું. મેં ‘સ્પ્લિટ્સવિલા’ અને ‘બિગ બૉસ’માં એવું જ કર્યું હતું અને હું ‘ખતરોં કે ખિલાડી’માં પણ એવું જ કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2021 04:20 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK