Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઍક્ટ્રેસ સોનિયા રાઠી શું કામ છે નર્વસ?

ઍક્ટ્રેસ સોનિયા રાઠી શું કામ છે નર્વસ?

25 May, 2021 12:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બ્રૉકન બટ બ્યુટિફુલ’ની ત્રીજી સીઝનમાં રુમી દેસાઈનો લીડ રોલ સોનિયા રાઠી ભજવી રહી છે

સોનિયા રાઠી અને સિદ્ધાર્થ શુક્લા

સોનિયા રાઠી અને સિદ્ધાર્થ શુક્લા


અલ્ટ બાલાજીની વેબ-સિરીઝ ‘બ્રૉકન બટ બ્યુટિફુલ’ની ત્રીજી સીઝનમાં રુમી દેસાઈનો લીડ રોલ સોનિયા રાઠી ભજવી રહી છે. સોનિયા માટે આ શો એટલા માટે સ્પેશ્યલ છે કે આ સિરીઝથી તે ઍક્ટિંગ ડેબ્યુ કરી રહી છે અને લીડ રોલમાં પણ છે. સોનિયા રાઠી સાથે ‘બિગ બૉસ’ ૧૩ના વિનર સિદ્ધાર્થ શુક્લાની જોડી છે. સોનિયા રાઠીનું કહેવું છે કે ‘રુમીનું કૅરૅક્ટર મારાથી બિલકુલ વિરુદ્ધ છે. મારી ફૅમિલીએ ટ્રેલર જોઈને એવું કહ્યું કે તું આવી બિલકુલ નથી! તું રુમીના પાત્રમાં ઘૂસી ગઈ છે.’ સોનિયાએ એવું પણ કહ્યું કે મારે સેટ પર પહેલા દિવસે મહત્ત્વનો સીન કરવાનો હતો અને હું નવા લોકો વચ્ચે ખૂબ નર્વસ હતી. મારા માટે એ એક ઍડ્વેન્ચર હતું. પહેલા દિવસે મેં વિચાર્યું કે હું આ ક્યાં આવી ગઈ! જોકે પછી મેં મારા કૅરૅક્ટરને વધારે સમજ્યું અને બધું સરળ બની ગયું.’

સિદ્ધાર્થ શુક્લા સાથે ઇન્ટિમેટ સીન્સ કરવા વિશે અભિનેત્રીએ કહ્યું કે તેણે અન્ય સીનની માફક જ સહજ રીતે ઍક્ટિંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ૨૯મીએ રિલીઝ થઈ રહેલી ‘બ્રૉકન બટ બ્યુટિફુલ’ની પહેલી બન્ને સીઝનમાં વિક્રાંત મેસી અને હર્લિન સેઠી લીડ રોલમાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2021 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK