° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


`બડે અચ્છે લગતે હૈં 2` નું પોસ્ટર આઉટ, સામે આવ્યો દિશા અને નકુલનો લુક

17 August, 2021 05:55 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

દિશા પરમાર અને નકુલ મહેતાએ તાજેતરમાં `ઈન્ડિયન આઈડલ 12` ના સમાપન એપિસોડમાં `બડે અચ્છે લગતે હૈં 2` ના પોસ્ટરને રિલીઝ કર્યું હતું.

નકુલ મહેતા અને દિશા પરમાર

નકુલ મહેતા અને દિશા પરમાર

દિશા પરમાર અને નકુલ મહેતાએ તાજેતરમાં `ઈન્ડિયન આઈડલ 12` ના સમાપન એપિસોડમાં `બડે અચ્છે લગતે હૈં 2` ના પોસ્ટરને રિલીઝ કર્યું હતું. અભિનેત્રી દિશા પરમારે આ પોસ્ટર શેર કર્યું છે, જે પ્રિયાના પાત્રમાં જોવા મળશે. તેણે કહ્યું કે, `હું ખરેખર આશા રાખું છું કે લોકો ` બડે અચ્છે લગતે હૈં `ની સિઝન 2 ને પહેલા સીઝન જેમ જ સ્વીકારે. હું ખૂબ ખુશ છું આ શોનો ભાગ બનવા માટે અને હું આશા રાખું છું કે લોકો પણ તેનો આનંદ માણશે.`

`બડે અચ્છે લગતે હૈં` ની સિઝન 2  30ના દાયકાના મધ્યમાં બે વ્યક્તિઓની ગતિશીલતાને શોધતા જોવા મળશે, જેઓ લગ્ન પછી ધીમે ધીમે એકબીજાને પ્રેમ કરવાની રીત શોધે છે. દિશા અને નકુલ `રામ` અને `પ્રિયા`ની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DPV (@dishaparmar)

28 વર્ષીય અભિનેત્રી "વો અપના સા" અને "પ્યાર કા દર્દ હૈ" જેવી દૈનિક ધારાવાહિકમાં તેની ભૂમિકાઓ માટે પણ જાણીતી છે. તેણીએ આ ઓફર સ્વીકારવા વિશે આગળ કહ્યું હતું કે,` મેં ટેલિવિઝનથી થોડી દુરી બનાવી હતી, જે હું સામાન્ય રીતે બે શો વચ્ચે કરું છું અને ખરેખર કંઈ રોમાંચક નહોતું અને તેવામાં (બડે અચ્છે લગતે હૈ) નો ફોન આવ્યો અને મેં કહ્યું, અરે, રુકો હું તેને એક્સપ્લોર કરવા માગુ છું.`

આ શૉ માં દિશા સાથે નકુલ રામના પાત્રમાં જોવા મળશે. માત્ર દિશા જ નહીં પણ નકુલ પણ ઉત્સાહિત છે આ શૉને લઈ. તેઓ પણ `રામ કપૂર` ના પાત્રને પડદા પર લાવવા આતુર છે.  આ અંગે નકુલે કહ્યુ કે, `તે એક વાર્તા છે જે મેં જોઈ છે, મારા માતાપિતા અને મને ગમી છે અને મને લાગ્યું કે તે એક અનોખો પડકાર હશે. આ ભૂમિકા એવી છે જે મેં અત્યાર સુધી મારી કારકિર્દીમાં ક્યારેય ભજવી નથી, તેથી હું ખરેખર ખૂબ જ ઉત્સાહિત છું અને હવે કે તે લોન્ચ માટે નજીક છે  તો હું તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છું.`

`બડે અચ્છે લગતે હૈં 2` ટૂંક સમયમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે.

 

17 August, 2021 05:55 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘આશ્રમ 3’ના સેટ પર બજરંગ દળનો હુમલો

પ્રકાશ ઝા સાથે થયેલા અમાનવીય વર્તનની નિંદા કરી હંસલ મહેતાએ

26 October, 2021 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સમય થઈ ગયો છે ‘બ્રીધ’ કરવાનો

અભિષેક બચ્ચન અને અમિત સાધ ફરી થશે આમને-સામને

21 October, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સ્ટૅન્ડ-અપ બનશે કરણ

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘વન માઇક સ્ટૅન્ડ’ની બીજી સીઝનમાં તે દેખાશે

20 October, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK