° °

આજનું ઇ-પેપર
Monday, 27 September, 2021


જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

12 September, 2021 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આનંદપૂર્ણ સમય ૫સાર કરશો. નોકરી કે વેપાર-ધંધાને આજે પ્રાથમિકતા નહીં મળે. ઘરના સભ્‍યોને ખુશ કરવાનો દિવસ.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

એરિઝ : લોહીના વિકાર અંગેની સમસ્‍યા હોય તો સાવધાની રાખવી. ઓ૫રેશન કરાવવું હિતાવહ નથી. તેને થોડા વધુ દિવસ મુલતવી રાખવું જોઈએ. આરોગ્‍યની બાબતમાં વિશેષ કાળજી લેવી.
ટૉરસ : અંગત સંબંધોને પ્રાધાન્ય આપશો. પ્રવૃત્તિઓનું કેન્દ્ર ઘર અને કુટુંબ હશે. આનંદપૂર્ણ સમય ૫સાર કરશો. નોકરી કે વેપાર-ધંધાને આજે પ્રાથમિકતા નહીં મળે. ઘરના સભ્‍યોને ખુશ કરવાનો દિવસ.
જેમિની : લાગણીશીલ સ્‍વભાવ વ્‍યવહારુતા સામે ઝૂકી જશે. નોકરી-વ્યવસાયમાં અચાનક જવાબદારી આવી પડતા ધ્‍યાન કેન્‍દ્રિત કરવું ૫ડે. આહાર અને સ્વાસ્થ્ય વિશે સજાગ રહો. ટેવ, સ્‍વભાવમાં સુધારો લાવો.
કેન્સર : પ્રેમીજનો સકારાત્‍મક વળાંક અનુભવી શકશે. લગ્‍નના બંધનમાં બંધાવ. સંયુક્ત ૫રિવારને જોડી રાખવામાં સફળતા મળશે. જૂની પરંપરાને સન્‍માન આપશો. અભિગમમાં સમાધાન કરવું.
લિઓ : કામની જવાબદારીમાં ગંભીર હશો. શિસ્‍ત જાળવવી ગમશે. આપ આપના વ્‍યવસાયમાં વધુ કાબેલિયતથી કામગીરી બજાવી શકો છો. વેપારીઓને આર્થિક લાભ થવાની સંભાવના છે.
વર્ગો : દિવસ સામાજિક સંબંધોનો છે, મિત્રોને મળીને આનંદ અનુભવશો. નવા મિત્રનો ઉમેરો થાય. સામાજિક મેળાવડામાં જાવ. બૌદ્ધિક ચર્ચા કરવાની તક મળશે. સંબંધમાં ૫ઝેસિવ રહેશો એમ ગણેશજી કહે છે.
લિબ્રા : વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવાશે. વિચારો અને અનુભવોની આપ-લે કરી શકશો. નવા વિષયો વિશે જાણવાની ઇચ્છા થશે અને પ્રયત્નો પણ કરશો તથા સફળતા પણ મેળવશો.
સ્કૉર્પિયો : વૈભવશાળી ઘર કે વાહનની સગવડ મળી શકે છે. લાગણીઓ ૫ર કાબૂ રાખશો તો વિજય મેળવી શકશો. આત્મવિશ્વાસથી છલકાતા હશો, સંપૂર્ણ ફાયદો ઉઠાવવાની સલાહ છે.
સેજિટેરિયસ : રોજબરોજની પ્રવૃત્તિઓમાં વ્‍યસ્‍ત રહેશો. આરામનો દિવસ લાગવા છતાં કોઈ પ્રવૃત્તિ કામમાં રોકી રાખશે. મરજી મુજબ ખર્ચ કરશો. માથે આવી ૫ડેલી જવાબદારીને સારી રીતે નિભાવી શકશો.
કેપ્રિકોર્ન : સંતાનો, કામ કરતી વ્‍યક્તિઓ, પરિવારજનો સાથેના સંબંધ જાળવવા પ્રયાસ કરવો પડશે. ભાઈ-ભાંડુઓની મુશ્કેલી સમજી દૂર કરવામાં પણ તેમની મદદ કરશો. ૫રિવર્તન લાવવું આપને ગમશે.
એક્વેરિયસ : વ્યક્તિગત જીવનમાં તણાવ રહે. સમસ્‍યાઓ પર ધ્‍યાન કેન્દ્રિત કરવું. મુશ્કેલીઓ દૂર થશે. ધીરજપૂર્વક સામનો કરવો, જેથી આપ પોતાની તરફેણમાં તેનું ૫રિણામ મેળવી શકો.
પાઇસિસ : પ્રવાસ-પર્યટનની યોજના ઘડશો, બિનજરૂરી-અણધાર્યો ખર્ચ થવાની સંભાવના છે. આરામથી પ્રવાસનો આનંદ ઉઠાવી શકશો. ભૂતકાળના યાદગાર પ્રવાસોની યાદોમાં ખોવાઈ સંતોષ અનુભવશો.

12 September, 2021 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

હિન્દુ પ્રજાએ અહિંસાવાદથી ખરેખર તો નુકસાનકર્તા એવું અશૌર્ય મેળવ્યું છે

તમારી ચારે બાજુ ધાર્મિક શક્તિઓ રાજકીય લાભ મેળવવા ફૂંફાડા મારતી હોય અને સફળ થતી હોય ત્યારે તમે જો ધાર્મિક ક્ષેત્રની ઉપેક્ષા કરો તો પરિણામ દુ:ખદાયી જ આવે. આદર્શવાદ ઉત્તમ છે, પણ એ જો એકપક્ષી હોય તો સ્વવિનાશક થઈ શકે છે.

26 September, 2021 07:38 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

શારીરિક સૌંદર્યને નવો ઓ૫ આપવા માટે પ્રયાસ કરશો. આપની નવી સજાવટ આપને વધારે પ્રભાવશાળી અને સુંદર બનાવશે.

26 September, 2021 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

દૈહવાદીમાં દેહ મહત્ત્વનો, દિલવાદીમાં દિલ મહત્ત્વનું

બન્ને પલ્લાં સમતોલ છે, પ્રેમતત્ત્વનો એક વિશિષ્ટ પ્રકાર છે; એ પ્રેમ કરે, આ પ્રેમ કરે. એ યાદ કરે, આ યાદ કરે, એ વિરહ અનુભવે, આ વિરહ અનુભવે. અન્યોન્ય. જે છે એ બન્નેને છે અને બન્નેને છે એટલે પલ્લાં સમતોલ છે.

23 September, 2021 07:54 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK