Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > જાણો તમારું સાપ્તાહિક રાશિફળ

જાણો તમારું સાપ્તાહિક રાશિફળ

07 August, 2022 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭ થી ૧૩ ઑગસ્ટમાં તમારો જન્મદિવસ હોય તો...વર્તમાન સંજોગોનો સ્વીકાર કરીને ચાલવું અને પોતાનામાં આવશ્યક હોય એ ફેરફારો કરવા તૈયાર રહેવું. આમ કરવાનું સહેલું નથી, પરંતુ એ જરૂરી છે. સંબંધોમાં હંમેશાં ઘનિષ્ટતા વધવી જોઈએ. તમે કેટલાક લોકોથી થોડા દૂર ચાલ્યા ગયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ: કોઈક અણધારી રીતે તમને કંઈક શીખવા મળશે. તમે ભલે ઘણી સિદ્ધિઓ મેળવી લીધી હોય, વધુ પ્રગતિ કરવા પર લક્ષ્ય કેન્દ્રિત કરવું. લોન લેવાનું કે આપવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું. 

હેલ્થ ટિપઃ જેમની રોગપ્રતિકારક શક્તિ કમજોર થઈ ગઈ હોય અથવા પહેલેથી જ કમજોર હોય તેમણે વધારે કાળજી લેવી. એક કરતાં વધુ ઉપચાર પદ્ધતિઓની ભેળપૂરી કરવી નહીં. 



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે: કોઈ એક કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલી અનુભવનારાઓ આખરે એ પ્રાપ્ત કરી લેશે. પરિવારના બિઝનેસમાં કામ કરનારા લોકોને એવી મુશ્કેલીઓ નડી શકે છે, જેના તરફ દુર્લક્ષ કરવાનું પાલવશે નહીં.  


હેલ્થ ટિપઃ તમને અપચાની તકલીફ હોય તો ખાસ લક્ષ્ય આપજો. તબિયત સાચવવા માટે ગતકડાં કરવા કરતાં સંતુલિત જીવનશૈલી અપનાવવી સારી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન:સંબંધો સાચવવા પર ખાસ ધ્યાન આપજો અને જીવનમાં જેમનું ઘણું મહત્ત્વ છે એ વ્યક્તિઓ સાથે સરસમજાનો સમય વિતાવજો. પરિવારની આર્થિક બાબતો, મિલકત કે વારસાને લગતી બાબતોને સાચવજો.


આરોગ્ય વિષયક સલાહઃ જેમનું શ્વસનતંત્ર નબળું હોય તેમણે એલર્જી થાય નહીં એ વાતની કાળજી લેવી. મોટી ઉંમરના જાતકોએ કાળજી લેવી.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ:જેનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું હોય એ અપનાવવાને બદલે તમને શું માફક આવે છે એ જ અપનાવવું. નાણાકીય બાબતોમાં અને રોકાણોમાં વધુ જટિલતા આવી જાય નહીં એ જોવું. 
હેલ્થ ટિપઃ ખાણીપીણી પર ધ્યાન આપવું અને જો વધુ ખાવાની ઇચ્છા થાય તો શાકભાજી વધુ ખાવાં. કામમાં  કંટાળો ન આવે એ માટે વચ્ચે-વચ્ચે થોડો વિસામો લઈ લેવો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ:બિનજરૂરી રીતે કોઈની સાથે હોડમાં ઊતરવું નહીં અને અંગત તથા વ્યાવસાયી જીવનમાં સરળતા રાખવી. ગજાબહારની જવાબદારીઓ લેવાથી તમારી કાર્યક્ષમતા ઓછી થઈ જશે. 
હેલ્થ ટિપઃ બહારનું કામ કરવાનું હોય તો વધારે કાળજી રાખજો, કારણ કે ઈજાની શક્યતા છે. પોતાની જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરવા માટે તમામ સંબંધિત માહિતી મેળવી લેવી.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર:

બૉસ સાથે કે ઉપરીઓ સાથે વાતચીત કરતી વખતે સ્પષ્ટતા રાખવી. કોઈ પણ દસ્તાવેજ કે કાગળિયાં પર સહી કરતાં પહેલાં બે વાર એની ચકાસણી કરી લેવી. 
હેલ્થ ટિપઃ જો તમને સારું લાગતું ન હોય તો પૂરતો આરામ લઈને શરીરને જાતે સાજુંનરવું થવા દેવું. તન-મન બન્નેથી મજબૂત રહેવાય એનું ધ્યાન આપવું. ધીરજ રાખવી.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર:જે વસ્તુ તમારા નિયંત્રણમાં હોય એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું. સહેલો રસ્તો અપનાવવાની લાલચથી બચવું. કોઈ પણ નવા વિચારને સમજ્યા વગર એનો અસ્વીકાર કરવો નહીં. કેટલો લાભ થઈ શકે છે એ જોવું. 
હેલ્થ ટિપઃ ખાણીપીણીની આદત સારી રાખવી. પરંપરાગત, તાજો રાંધેલો ખોરાક ખાવાનો પ્રયાસ કરવો. પૂરતું પાણી પીવું અને ચા-કૉફી ટાળવી.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર:તમને જે ફેરફાર લાવવાની જરૂર વર્તાતી હોય એ તમામ માટે લાંબા ગાળાની દૃષ્ટિએ વિચાર કરવો. વેપારીઓએ કોઈની સલાહ બાબતે સાવધાન રહેવું. 
હેલ્થ ટિપઃ જીવનશૈલીમાં કોઈ ફેરફાર લાવવા ઇચ્છતા હો તો શિસ્તબદ્ધ રહીને અને એના પર એકાગ્ર થઈને કરવું. જો તમે પોતાની પૂરતી કાળજી નહીં લો તો હાલની આરોગ્યની તકલીફ વકરી શકે છે. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર:તમારી રમૂજીવૃત્તિને ટકાવી રાખજો. પોતાનાં લક્ષ્યો સુધી પહોંચવાના માર્ગમાં પડકારો આવે તોપણ ઝૂક્યા વગર આગળ વધવું. આદર્શ સ્થિતિની રાહ જોવાને બદલે સંજોગો છે એમાં શું ઉત્તમ કરી શકો છો એ જોવું. 
હેલ્થ ટિપઃ ડૉક્ટરને જે સાચું હોય એ કહી દેવું. હૃદયરોગ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટરોલની તકલીફ હોય તેમણે આ સપ્તાહે થોડી વધારે કાળજી લેવી.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી:જેમને અત્યારે પૂરતી આર્થિક છૂટ ન હોય એવા લોકોએ વધુપડતો ખર્ચ કરવાનું ટાળવું અને તમામ બિલની સમયસર ચુકવણી કરવી. લાંબા સમયથી સાથ-સહકાર આપતા લોકોને સમય ફાળવવો. 
હેલ્થ ટિપઃ જેમને હૉર્મોનના અસંતુલનની સમસ્યા સતાવતી હોય તેમણે ડૉક્ટરે આપેલી સલાહને ચુસ્તપણે વળગી રહેવું. વ્યાયામ કરતી વખતે અતિરેક કરવો નહીં. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી:લોકોના સમૂહો સાથે કામ કરતી વખતે સંવાદિતા ટકાવી રાખવી. કુંવારાઓ માટે હાલનો સમય સારો છો. પોતાને શું જોઈએ છે એના વિશે સ્પષ્ટતા રાખવી. 
હેલ્થ ટિપઃ જે જાતકોને ઘૂંટણની કે સાંધાની તકલીફ હોય તેમણે નિષ્ણાતની સલાહ લેવી. મોટી ઉંમરની વ્યક્તિઓએ પોતાની વધારે કાળજી રાખવી અને તંદુરસ્તીપૂર્ણ જીવનશૈલી અપનાવવી.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ:તમને શું જોઈએ છે અને એ પ્રાપ્ત કરવા માટે તમે શું કરવા તૈયાર છો એ બાબતે તમારા વિચારો પૂર્ણપણે સ્પષ્ટ હોવા જોઈએ. પરિવારનો બિઝનેસ સંભાળતા લોકોએ બજેટને વળગી રહેવું. 
હેલ્થ ટિપઃ તબિયતમાં કોઈ બગાડો થાય તો જાતે દવા લેવાનું ટાળવું. કિડનીને લગતી બીમારી ધરાવતી વ્યક્તિઓએ પોતાની થોડી વધારે કાળજી લેવી.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2022 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK