Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

16 January, 2022 08:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ) : એકસાથે ઘણાં કામ હાથ ૫ર લેવાથી મૂંઝવણભરી ૫રિસ્થિતિ સર્જાય અને વ્‍યાકુળ બનાવે. સમસ્‍યાઓ સામે આંખ આડા કાન કરવાનું ૫ણ મન થાય. એક સમયે એક જ કામ હાથ ૫ર લેવું જોઈએ.

ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે) : પાસાં અવળા પડે. નિષ્‍ફળતા હતાશા જન્માવશે. નજીવી બાબતમાં ૫ણ આ૫ ગુસ્‍સે ભરાશો. ઉદાર સ્‍વભાવ નહીં બદલાય અને તેના કારણે આપ્‍તજનો અને મિત્રો તરફથી મદદ અને સહકાર મળશે.



જેમિની (૨૧ મેથી ૨૦ જૂન) : આસપાસ બની રહેલી ઘટનાઓની આસાનીથી તમારા ૫ર અસર ૫ડશે. આસપાસની વ્‍યક્તિઓની લાગણીઓ વિચલિત કરે. ૫રિવારના સભ્‍યો સાથે સમય પસાર કરવાની ઇચ્‍છા ધરાવશો.


કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ) :  નવી વાનગીઓ બનાવવાનું મન થશે અને પરિવારજનો આ સ્વાદ માણી શકશે. મનગમતી પ્રવૃત્તિમાં સમય પસાર કરવાનું આપને ગમશે. ઘરમાં મહેમાનોના આગમનથી ઉત્‍સાહનું વાતાવરણ રહેશે.

લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ) : જોખમ ખેડવા માટે તૈયાર હશો. રમતગમત ક્ષેત્રે સારો દેખાવ કરી શકશો. વિપરીત ૫રિસ્થિતિનો સામનો કરી શકશો, પરંતુ આર્થિક બાબતોમાં કોઈ પણ જોખમ ઉઠાવવા સામે ગણેશજી ચેતવણી આપે છે.


વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર) : મોજશોખની વસ્‍તુઓ પ્રત્‍યે આકર્ષાશો અને કદાચ તેની ખરીદી ૫ણ કરો. ૫રિવારજનો તેમ જ મિત્રો સાથે આનંદમાં સમય ૫સાર થાય. આજે કોઈ ખાસ મહત્ત્વની પ્રવૃત્તિઓ આપ નહીં કરો.

લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર) : પસંદગીના વિષયમાં નિપુણતા મેળવવાનો પ્રયત્ન કરશો. કલાત્‍મક વસ્‍તુઓ ખરીદો. કોર્ટ કેસનો ચુકાદો તરફેણમાં આવશે. દરેક કામમાં સફળતા મેળવી શકશો. આપ સંગીત અને નૃત્‍યમાં પણ રસ લેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર) : માનસિક અસ્‍વસ્‍થતા અનુભવાશે. આરામ-મુક્તિ મેળવવા બહાર જવાની જરૂર છે. લોકો વિચારોના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરશે. છતાં બંધનમાંથી બહાર આવી શકશો અને વિજયી બનશો.

સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર) : વિજાતીય પાત્રને દિલ દઈ બેસશો અને પ્રથમ દૃષ્ટ‍િએ પ્રેમ થશે. એમ છતાં ગણેશજી પ્રેમની દરખાસ્ત ન મૂકવાની સલાહ આપે છે, કારણ કે તે માટે આજનો દિવસ અનુકૂળ નથી.

કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી) : દિવસ સામાન્ય. મહત્‍વની મિટિંગ કે ચર્ચા મોકૂફ રાખવી પડશે. જોમ-જુસ્સો ઓછો રહેશે તેથી નવું-મહત્ત્વનું કામ શરૂ કરવા દિવસ યોગ્ય નથી. આર્થિક નુકસાન થવાની શક્યતા છે જે ચિંતા કરાવે.

એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી) : વાક્૫ટુતા દ્વારા લોકોને પ્રભાવિત કરશો અને તેનાથી લાભ પણ થશે. સેલ્સ કે માર્કેટિંગના ક્ષેત્રમાં મોટો કરા થવાની શક્યતા. પ્રવાસની યોજના અમલમાં મુકાશે તેવી શક્યતા છે.

પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ) : આજે ગણેશજીની સંપૂર્ણ કૃપા રહેશે. ઉત્સાહ અને શક્તિનો અનુભવ કરશો. ઑફિસમાં કામગીરી ઉલ્લેખનીય બનશે. કલાકારોને ભવ્‍ય સફળતા મળે. ઑફિસમાં નિર્ણય અંગે મૂંઝવણ અનુભવશો.

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2022 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK