Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > થ્રેડવર્ક સાથે ડિજિટલ પ્રિન્ટ છે ઇન થિંગ

થ્રેડવર્ક સાથે ડિજિટલ પ્રિન્ટ છે ઇન થિંગ

17 October, 2022 06:01 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

દિવાળીમાં હવે પુરુષોનાં કપડાં એથ્નિકની સાથે થોડાં કન્ટેમ્પરરી પણ હોવાં જોઈએ, કેમ કે હવે માત્ર તમે સારા દેખાઓ એ પૂરતું નથી, ઇન્સ્ટાગ્રામના ફોટોમાં પણ તમે જુદા તરી આવો એ પણ હવેની જરૂરિયાત બની ગઈ છે

થ્રેડવર્ક સાથે ડિજિટલ પ્રિન્ટ છે ઇન થિંગ

ફૅશન & સ્ટાઇલ

થ્રેડવર્ક સાથે ડિજિટલ પ્રિન્ટ છે ઇન થિંગ


ભલે બારેમાસ જે પુરુષો જીન્સ-ટીશર્ટ અથવા તો પૅન્ટ-શર્ટ અને ટાઇ પહેરતા હોય એ પણ દિવાળી આવે એટલે ટ્રેડિશનલ થઈ જ જાય છે. કાંઈ વધુ નહીં તો જીન્સ પર કૉટનનો કુરતો તો ઠઠાવી જ લે. અલબત્ત, દિવાળીના ચોપડાપૂજનની વિધિમાં કે પછી નવા વર્ષે મંદિરે જતી વખતે ઓકેઝન મુજબ ફૅશન અનુસરતા લોકોનો હવે તોટો નથી. તમે પણ જો તહેવારોમાં ફૅશનની બાબતમાં ઇન-ટ્રેન્ડ રહેવા માગતા હો તો આજે ફૅશન-ડિઝાઇનર પાસેથી જાણી લઈએ કે આ સીઝનમાં શું ચાલે છે અને શું નહીં.

કન્ટેમ્પરરી 



ફેસ્ટિવ ડ્રેસિંગ હંમેશાં ટ્રેડિશનલ જ હોય, પણ એમાંય હવે થોડો કન્ટેમ્પરરી ટચ આવી ગયો છે એમ જણાવતાં થાણે-મુલુંડમાં હિના ડિઝાઇનર સ્ટુડિયોના ફૅશન-ડિઝાઇનર પીયૂષ શાહ કહે છે, ‘હવે લોકો દિવાળી છે એટલે જેન્કીપેન્કી પહેરવામાં નથી માનતા. તેઓ માત્ર એક ઓકેઝન જોઈને કપડાં નથી સિલેક્ટ કરતા. હવે એવાં સોબર કપડાંનો ટ્રેન્ડ છે જે માત્ર દિવાળીમાં જ નહીં, ફ્રેન્ડની એન્ગેજમેન્ટ હોય કે પછી પર્યુષણ કે અન્ય સોશ્યલાઇઝેશનમાં પણ પહેરી શકાય એવાં ઑલ ઇન વન હોય. એ જ કારણસર એથ્નિકમાં પણ હવે કન્ટેમ્પરરી ટચ જોઈએ છે. ડિજિટલ પ્રિન્ટના કુરતા વધુ વપરાય. એને થોડા હેવી બનાવવા માટે એની અંદર હળવું થ્રેડ વર્ક ચાલે.’


સીક્વન્સ વર્ક પાછું આવ્યું

એક સમય હતો જ્યારે સીક્વન્સ વર્ક પુરુષોના કુરતામાં બહુ નહોતું ચાલતું, પણ હવે એ ટ્રેન્ડ પાછો આવ્યો છે. જોકે એમાં પણ થોડો બદલાવ છે એમ જણાવતાં પીયૂષ શાહ કહે છે કે પહેલાં જેવું હેવી નહીં, પણ હળવું મિરરવર્ક લોકો પ્રિફર કરે છે.


ઇન્ડિગો અને સી બ્લુ

આમ જુઓ તો ઑફવાઇટ શેડ હંમેશાં ઑલટાઇમ હિટ રહેવાનો જ છે, પણ જે લોકોને કુરતામાં એક્સપરિમેન્ટ કરવા છે તેઓ ડાર્ક કલર યુઝ કરે છે. પુરુષો હવે એક્સપરિમેન્ટિવ થઈ ગયા છે એની વાત કરતાં સેલિબ્રિટી ફૅશન ડિઝાઇનર પીયૂષ શાહ કહે છે, ‘પહેલાં પુરુષો ફૅશનની બાબતમાં હંમેશાં સેફ પ્લે કરતા, પણ હવે જ્યારથી ઇન્સ્ટાનો જમાનો આવ્યો છે ત્યારથી તેમને ફૅબ્રિક, શેપ, વર્ક અને કલર બધામાં એક્સપરિમેન્ટિવ થવું ગમે છે. અમારી પાસે આવતા લોકો કહે છે કે જે બધા લોકો કરે છે એવું નહીં, જુદા તરી અવાય એવું કંઈક આપો. એવા કલર્સ સિલેક્ટ કરે છે જે અટેન્શન ખેંચે. એ જ કારણસર આ સીઝનમાં કલર્સની બાબતાં ખૂબ પ્રયોગ થયા છે. ઇન્ડિગો બ્લુ કે સી બ્લુ ખૂબ ટ્રેન્ડમાં છે. જે લોકો કૅરી કરી શકે એમ હોય તેઓ ક્રોશિયો પિન્ક પણ ટ્રાય કરે છે.’

ડિજિટલ અને ડિસ્ચાર્જ 

ફૅબ્રિકની બાબતમાં એક્સપરિમેન્ટની દૃષ્ટિએ એક મોટો બદલાવ જોવા મળે છે એની વાત કરતાં ફૅશન-ડિઝાઇનર પીયૂષ કહે છે, ‘હવે સ્ત્રીઓ માટેનાં અને પુરુષો માટેનાં ફૅબ્રિક અલગ નથી રહ્યાં. જે ડિજિટલ પ્રિન્ટ્સ મોટા ભાગે પહેલાં પલાઝો કે લેડીઝ કુરતીમાં વપરાતી એ જ ડિજિટલ પ્રિન્ટ્સ પુરુષોમાં પણ હવે ખૂબ ચાલે છે. થ્રેડવર્કવાળી ડિસ્ચાર્જ પ્રિન્ટ જેમાં હળવું થ્રેડવર્ક હોય છે એ પણ હવે પુરુષોના કુરતામાં વપરાય છે. પુરુષો લખનવી પણ પહેરતા થયા છે. મતલબ કે ફૅબ્રિક હવે યુનિસેક્સ થઈ ગયું છે.’

મોદી જૅકેટ

એથ્નિક કૉસ્ચ્યુમમાં કુરતાની ઉપર જૅકેટ્સ હંમેશાં ટ્રેન્ડમાં રહ્યા છે જે આ વખતે પણ છે. જૅકેટની સ્ટાઇલ વિશે પીયૂષ કહે છે, ‘પહેલાં હંમેશાં પ્લેન કુરતાની ઉપર કૉન્ટ્રાસ્ટમાં પ્રિન્ટેડ કે વર્ક કરેલું મોદી જૅકેટ વપરાતું, પણ હવે સેમ ફ્રૅબ્રિકનું મોદી જૅકેટ પણ ચાલે છે. મતલબ કે જે કલરનો કુરતો હોય એ જ કલરનું મોદી જૅકેટ હોય. એમાં પણ ખૂબ હળવું સીક્વન્સ વર્ક હોય છે જે અલગ તરી આવે છે.’

લાંબા ઘૂંટણથી નીચા હોય એવા એથ્નિક કુરતા નથી ચાલતા, પણ શૉર્ટ કુરતા પહેરાય છે અને એ પણ પોલો પૅન્ટ્સ જે ગોઠણથી નીચે સુધી ટાઇટ હોય અને ઉપરના ભાગમાં ચોયણી જેવાં લૂઝ હોય છે એની સાથે પહેરાય.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2022 06:01 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK