વૉર્ડરોબમાં અઢળક કપડાં હોવા છતાં શું પહેરવું એની મૂંઝવણ તો રહેતી જ હોય છે ત્યારે બધા જ પ્રકારના પ્રસંગોમાં પેન્સિલ સ્કર્ટ ફૅશન તારણહાર બની શકે છે
પેન્સિલ સ્કર્ટ્સ ફરી ટ્રેન્ડમાં
ઇન્સ્ટન્ટ પૉલિશ્ડ અને કૉન્ફિડન્ટ લુક આપતાં પેન્સિલ સ્કર્ટ્સ ફરી ટ્રેન્ડમાં આવ્યાં છે. આ એક એવું આઉટફિટ છે જે તમારી ફૅશન-સેન્સને મહેનત કર્યા વિના જ એન્હૅન્સ કરે છે. તમારા વૉર્ડરોબમાં ૩ પ્રકારનાં પેન્સિલ સ્કર્ટ હશે તો દરરોજ શું પહેરવું એની મૂંઝવણ ઓછી થઈ જશે એ પાકું. આ સાથે સ્ટાઇલ કરતાં આવડી જાય તો તમારી પર્સનાલિટી મૉડલથી ઓછી નહીં લાગે.
સ્ટ્રેચી મિડી બેબીકોન સ્કર્ટ
ADVERTISEMENT
ઘૂંટણથી લાંબું અને સ્ટ્રેચેબલ ફૅબ્રિકમાંથી બનતું આ સ્કર્ટ બૉડીને હગ કરે એ રીતે સેટ થઈ જાય છે. એનો અર્થ એવો નથી કે એ પહેરવામાં કમ્ફર્ટેબલ નથી. આવાં સ્કર્ટ ઑફિસ અને કૅઝ્યુઅલવેઅરમાં ચાલે. વીક-એન્ડ બ્રન્ચ કે ડેટનાઇટ માટે આ ટ્રેન્ડી સ્ટાઇલને અપનાવી શકો છો. ડેટનાઇટ માટે જવું હોય તો આવા સ્કર્ટ સાથે ગ્રાફિક ટી-શર્ટ, પ્લેન ટૅન્ક ટૉપ અથવા ક્રૉપ ટૉપને સ્ટાઇલ કરી શકો છો. સૉફ્ટ લુક જોઈતો હોય તો સૉલિડ કલરનું સ્લિમ ફિટ ટૉપ અથવા ફ્લોયી ટૅન્ક ટૉપ પણ મસ્ત લાગશે. આઉટફિટની સાથે સ્નીકર્સ લુકને કમ્ફક્ટેબલ અને ફૅશનેબલ બનાવે છે.
ક્લાસિક ફૉર્મલ સ્કર્ટ
ઘૂંટણની લંબાઈ સુધીનું સુઘડ અને ઇલૅસ્ટિક વેસ્ટબૅન્ડ ધરાવતું ફૉર્મલ સ્કર્ટ પાવર-ડ્રેસિંગ યુનિફૉર્મ છે. મીટિંગ્સ, ઇન્ટરવ્યુ અથવા ફૉર્મલ ડિનર જેવી ઇવેન્ટ્સમાં એ પ્રોફેશનલ લુક આપે છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એ કમ્ફર્ટ આપે છે. આ સ્કર્ટની સાથે તમે વાઇટ શર્ટ અથવા કોઈ પણ લાઇટ કલરનું શર્ટ પેર કરી શકો છો. સિલ્ક શર્ટ અથવા ફિટેડ ટર્ટલ નેક પણ લુકને એન્હૅન્સ કરે છે. ટી-શર્ટ કે ટૉપને ટક-ઇન કરશો તો કમરનો ભાગ હાઇલાઇટ થશે અને લુક વધુ સુઘડ લાગશે. ફૉર્મલવેઅરમાં પેન્સિલ સ્કર્ટ્સ સાથે પૉઇન્ટેડ ફ્લૅટ્સ, લોફર્સ અથવા બ્લૉક હીલ્સ પહેરી શકાય. લુકને કમ્પ્લીટ બનાવવો હોય તો બ્લેઝર અથવા સ્ટચર્ડ ટૉટ બૅગને સ્ટાઇલ કરી શકાય.
ડેનિમ સ્કર્ટ
વૉર્ડરોબમાં ડેનિમ જૅકેટ અને શર્ટ સાથે ફ્રન્ટ બટન્સવાળું ડેનિમ સ્કર્ટ હોવું જરૂરી છે. વીક-એન્ડ આઉટિંગ્સ, કૉન્સર્ટ્સ કે ફ્રેન્ડ્સને મળવા જતા હો તો ફન અને ફ્લર્ટી લુક માટે ડેનિમ સ્કર્ટ તમને કૉમ્પ્લીમેન્ટ્સ આપશે. ડેનિમ ઉપરાંત પ્રિન્ટેડ પેન્સિલ સ્કર્ટ પણ તમારી પર્સનાલિટીને એન્હૅન્સ કરવામાં એક લેયર ઍડ કરશે. આની સાથે તમે વાઇટ શર્ટ અથવા સ્ટ્રાઇપવાળું શર્ટ પહેરશો તો લુક થોડો વ્યવસ્થિત લાગશે. શૉપિંગ અથવા આઉટિંગ માટે જવું હોય તો કૂલ ગ્રાફિક ટી-શર્ટ્સ પર્ફેક્ટ ચૉઇસ છે. ડેનિમ સ્કર્ટ સાથે ક્લાસિક વાઇટ સ્નીકર્સ બહુ સારાં લાગશે. જો સ્નીકર્સ ન પહેરવાં હોય તો ફ્લૅટ સૅન્ડલ્સ પણ પહેરી શકાય. આ સાથે ક્રૉસ બૉડી-બૅગ અથવા બૅકપૅક સ્ટાઇલ કરી શકો છો. એક સ્ટેટમેન્ટ-બેલ્ટ તમારા લુકને રીડિફાઇન કરીને રિફાઇન અને ફૅશન-ફૉર્વર્ડ બનાવશે. પ્રિન્ટેડ સ્કર્ટ સાથે ફિટેડ ટી-શર્ટ પહેરો જે લુકને ક્લીન અને ફોકસ્ડ રાખે છે. જો પ્રિન્ટ હળવી હોય તો એને સિલ્ક કે શિફૉનના પ્લેન બ્લાઉઝ સાથે જોડીને સેમી-ફૉર્મલ ઇવેન્ટ માટે પણ પહેરીને ફૉર્મલ ટ્વિસ્ટ આપી શકાય છે. પ્રિન્ટેડ સ્કર્ટ પહેરતી વખતે મિનિમલ ઍક્સેસરીઝનો ઉપયોગ કરો. એક નાજુક હાર અથવા નાનાં સ્ટડ ઇઅરરિંગ્સ પૂરતાં છે. એક સાદો ક્લચ અથવા શોલ્ડર-બૅગ કૅરી કરો.


