હેલ્ધી ફૂડ તરફ વળી રહેલા આજના યુવાનો અવાકાડો જેવાં વિદેશી ફળો અને બુરાટા જેવા હેલ્ધી ચીઝ પર ઓવારી ગયા છે. આની વાનગીઓ માત્ર ફાઇન ડાઇનમાં જ મળતી હતી એ જમાનો ગયો, હવે મહાવીરનગરમાં આ ડિશ મળે છે અને એ પણ અફૉર્ડેબલ પ્રાઇસમાં
ખાઈપીને જલસા
બેસ્ટી ટોસ્ટી , પેસ્તો પનીર
આજની પેઢી પરિ-પરિ હેલ્થ-કોન્સિયસ બની રહી છે. તેમને નવી નવી વરાઇટીની દેશી-વિદેશી દિશ ખાવાની તો ગમે છે અને એને ટ્રાય કરવા ગમે ત્યાં જવા તૈયાર પણ થઈ જાય છે પણ સાથે-સાથે પોતાની હેલ્થ પ્રત્યે પણ તેઓ સજાગ બની રહ્યા છે. ફાસ્ટ ફૂડની સાથે હેલ્થી ફૂડ ઓપ્શન પણ શોધે છે. તો પછી તેમને કદાચ અહીં મળતી નવી અને થોટી યુનિક કરી શકાય એવી ફૂડ આઇટમ પસંદ પડી શકે છે.