Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > સ્વાદ સબર્બનો: મલાડ પશ્ચિમમાં સ્ટેશન નજીક મળતી આ ફૂડ આઇટમ્સનો સ્વાદ તમે માણ્યો?

સ્વાદ સબર્બનો: મલાડ પશ્ચિમમાં સ્ટેશન નજીક મળતી આ ફૂડ આઇટમ્સનો સ્વાદ તમે માણ્યો?

15 May, 2022 12:37 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

અમે તમને એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં તમે પેટપૂજા કરી શકો

તસવીર સૌજન્ય: એમએમમીઠાઈવાલા.કૉમ સ્વાદ સબર્બનો

તસવીર સૌજન્ય: એમએમમીઠાઈવાલા.કૉમ


મુંબઈની ખાણીપીણીનો ખરો સ્વાદ માણવો હોય તો તેના માટે સ્ટ્રીટ ફૂડ સિવાય કદાચ જ કોઈ વિકલ્પ મળે. જોકેકેટલીક જૂની અને જાણીતી રેસ્ટોરાંએ પણ મુંબઈની ખાણીપીણીની સંસ્કૃતિ-સ્વાદ જાળવી રાખ્યા છે અને તેમનો ઇતિહાસ પણ અદ્ભુત તો ખરો જ. બહારગામથી આવનારાઓ માટે મુંબઈના પ્રવેશ દ્વારા સમા બોરીવલીના પાડોશી સ્ટેશન મલાડની આસપાસ ઘણી જગ્યાઓ છેજેમણે વર્ષોથી લોકોની પેટપૂજા કરી છે અને જીભના ચટકારાનું પણ ધ્યાન રાખ્યું છે. તો આવો જોઈએ મલાડ પશ્ચિમમાં આવેલી કેટલીક એવી જગ્યાઓ જ્યાં તમે પેટ અને મન ભરીને આ સબર્બનો સ્વાદ માણી શકો છો.

૧. એમએમ મીઠાઈવાલા (MM Mithaiwala)



મલાડ સ્ટેશનની બહાર નીકળતા જ તમને મોટું એમએમ મીઠાઈવાલાનું બોર્ડ અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ દેખાય જ. મુંબઈગરાં માટે આ નામ નવું નથી, પરંતુ મલાડ પશ્ચિમની વાત કરીએ એટલે આ નામ કેમ ચુકાય? ખાવાની વાત કરીએ તો મુંબઈની સ્ટ્રીટસ પર મળતી નાસ્તાની તમામ વેરાઇટી તમને અહીં મળી રહેશે, પણ વડાપાવ અને લસ્સીનો આ લાજવાબ સ્વાદ બીજે કદાચ જ મળે. લસ્સીનો સ્વાદ તમને વાસ્તવિક પંજાબી અનુભવ આપે છે. એટલે આ કાળઝાળ ગરમીમાં મલાડ જવાનું થાય તો ઠંડી લસ્સીની ઠંડક મેળવવાનું ન ચૂકતા. લાસ્ટ બટ નોટ લીસ્ટ ઍએ છે દહીં કચોરી, તેના માટે પણ આ દુકાન જાણીતી છે.


૨. ગોપાલક્રિષ્ના સાઉથ ઇન્ડિયન કેફે (Gopalkrishna South Indian Cafe)

જો તમે મુંબઈમાં સાઉથનો ઑથેન્ટિક ટેસ્ટ શોધતા હોવ તો આ કેફે તમારે એકવાર તો આ કેફેણી વિઝિટ કરવી રહી. મલાડ સ્ટેશનથી તમે નટરાજ માર્કેટ તરફ આગળ વધશો તો રસ્તામાં જ તમને રસ્તામાં જ આ કેફે દેખાઈ આવશે. અહીં ખાસ વાત છે કોપરાની ચટણી અને સંભાર, જે તમને પ્યોર સાઉથનો અનુભવ કરાવશે. અહીં તમે ઉત્તપા અથવા કોઈ પણ ઢોસો ટ્રાય કરી શકો છો કારણ કે અસલી મજા તમને ચટણી અને સંભાર કરાવશે.


૩. રાધે સોડા પબ (Radhe Soda Pub)

મુંબઈગરાં માટે આ નામ પણ નવું તો નથી જ કારણ કે રાધે સોડા પબના લગભગ દરેક પરામાં આઉટલેટ છે જ. મલાડ સ્ટેશનની બહાર નીકળતા પણ એક આઉટલેટ તમને મળી રહેશે. આ ભયંકર ગરમીમાં ઠંડક મેળવવા માટે આ પણ એક સારો વિકલ્પ છે. સોડાની ઘણી વેરાઇટીઓમાંથી તમારે ખાસ ટ્રાય કરવી જોઈએ એ છે જીરા ફૂદીના. તે પુદીનાનો એક અલગ જ સ્વાદ ધરાવે છે અને જીરું એકંદર તેના સ્વાદમાં વધારો કરે છે.

૪. વિદર્ભ વડાપાવ (Vidharbha Vadapav)

નટરાજ માર્કેટની ગલીમાંથી તમે કાંદિવલીની દિશામાં બહાર નીકળશો એટલે તરત તમને આ આઉટલેટ તમને દેખાશે. ઑથેન્ટિક મરાઠી ટેસ્ટના વડાપાવ અહીં મળે છે. વડાપાવના ટેસ્ટમાં ઉમેરો કરે છે તેની લસણની સૂકી ચટણી. ઉપરાંત સામાન્ય વડાના આકાર કરતાં વડાનો આકાર પણ ચપટો છે જે તેને થોડો યુનિક લૂક આપે છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2022 12:37 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK