અહીં શીખો પાલક નાચોઝ
પાલક નાચોઝ
સામગ્રી : મોટાં પાનની પાલકની જૂડી, બે કપ ચણાનો લોટ, બે ચમચા ચોખાનો લોટ, મીઠું, ગરમ મસાલો, તેલ, હિંગ, હળદર, એક કપ બાફેલા રાજમા, એક કાંદો, એક ટમેટું, એક કૅપ્સિકમ.
વાઇટ સૉસ : બે ચમચી બટર, બે ચમચી મેંદો, એક કપ દૂધ, મીઠું, મરી પાઉડર, ચીઝ એક ક્યુબ
ADVERTISEMENT
રીત : પાલકનાં મોટાં પત્તાં ધોઈને રાખવાં. ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો નાખીને થોડું થિક ખીરું તૈયાર કરવું. તેલ ગરમ મૂકવું. પાલકનાં પત્તાંને ચણાના લોટના ખીરામાં ડીપ કરીને તળી લેવા. પછી એક પ્લેટમાં પાલકનાં તળેલાં પત્તા મૂકીને એના પર રાજમા બાફેલા, કાંદા, ટમેટાં અને કૅપ્સિકમ નાખી વાઇટ સૉસ નાખીને સર્વ કરવું. રાજમાને બાફી લીધા પછી થોડું તેલ મૂકી એમાં મીઠું, ટમેટો કેચઅપ નાખીને સ્ટર ફ્રાય કરી લેવા. પછી પાલકનાં પત્તાં પર નાખવા. બે ચમચી બટર ગરમ કરીને બે ચમચી મેંદો સાંતળી લેવો. પછી એમાં દૂધ, મીઠું, મરી અને ચીઝ ક્યુબ નાખીને થિક વાઇટ સૉસ બનાવવો.
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


