Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > આજા મેરી ઇલેક્ટ્રિક સ્કૂટર પે બૈઠ જા

આજા મેરી ઇલેક્ટ્રિક સ્કૂટર પે બૈઠ જા

10 May, 2021 02:27 PM IST | Mumbai
Abhisha Rajgor

પેટ્રોલના ભાવ અને પર્યાવરણની ચિંતા હોય એવા લોકોએ ઈ-સ્કૂટર્સ અને ઈ-બાઇક્સ વિશે વિચારતા થઈ જવું જોઈએ. ભારતમાં ઈ-સ્કૂટરની આજ કેવી છે અને ભવિષ્યમાં શું થવાનું છે એ જાણવાનું ગમશે

આજા મેરી ઇલેક્ટ્રિક સ્કૂટર પે બૈઠ જા

આજા મેરી ઇલેક્ટ્રિક સ્કૂટર પે બૈઠ જા


પેટ્રોલના ભાવે ઑલમોસ્ટ સેન્ચુરી મારી દીધી છે ત્યારે લોકો ઇલેક્ટ્રિક વેહિકલ તરફ વળી રહ્યા છે અને હજી વધુ વળશે એવાં એંધાણ સ્પષ્ટ છે. પર્યાવરણ બાબતે આવેલી જાગૃતિને કારણે પણ લોકો ઈ-વેહિકલ તરફ દોરાઈ રહ્યા છે. ઍટ લીસ્ટ ટૂંકા અંતરના ટ્રાવેલ માટે તો ખરું જ. કદાચ આ જ પરિસ્થિતિનો લાભ લઈને ઓલા કંપનીએ જરાક દૂરદૃષ્ટિ વાપરીને ઇલેક્ટ્રિક વેહિકલના જગતમાં ક્રાન્તિકારી બનવાનું બીડું ઝડપ્યું છે. સંભળાઈ રહ્યું છે કે ઓલા તામિલનાડુમાં ૫૦૦ એકરમાં ફેલાય એવી ઇલેક્ટ્રિક વેહિકલની ફૅક્ટરી નાખવા જઈ રહ્યું છે. ક્રિષ્નગિરિમાં શરૂ થયેલો આ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ લગભગ ૨૪૦૦ કરોડ રૂપિયાનો છે. દાવો થઈ રહ્યો છે કે ઓલાની આ ફ્યુચર ફૅક્ટરી દર બે સેકન્ડે એક ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવશે. આ વિશ્વનો સૌથી મોટો ટૂ-વ્હીલર પ્લાન્ટ હશે અને વિશ્વના કુલ ઉત્પાદનમાંથી ૧૫ ટકા જેટલાં બે પૈડાંવાળાં વાહનો આ જગ્યાએ પેદા થશે. એ ઉપરાંત તાતા મોટર્સ અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા ઇલેક્ટ્રિક કાર અને બસમાં, પિયાજીઓ બજાજ, કાઇનૅટિક ગ્રીન, ટીવીએસ મોટર, થ્રી-વ્હીલરમાં (ઑટોરિક્ષા) અને હીરો, ઈવી ઇન્ડિયા, એથેર એનર્જી, ઓકિનાવા અને અન્ય ઘણી બધી કંપની ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બજારમાં લાવી રહ્યા છે. આ બધાની સામે ડિમાન્ડ પણ સારીએવી છે, કેમ કે તાજેતરમાં રેવૉલ્ટે અધધધ બુકિંગ ઑર્ડર્સ મળ્યા હોવાથી ઈવી બાઇક્સનું બુકિંગ બંધ કરી દીધું હોવાની જાહેરાત કરવી પડેલી. 
એક અહેવાલ મુજબ દરરોજ સરેરાશ ભારતીયો ટૂ-વ્હીલર પર આશરે ૧૫ કિલોમીટર અને કાર દ્વારા ૫૦ કિલોમીટરની મુસાફરી કરે છે. એનો સીધો અર્થ એ થાય કે રોજિંદા જીવનમાં ઘરથી ઑફિસ કે નજીકનાં સ્થળોએ અવરજવર માટે ૬૦થી ૭૦ ટકા લોકો ઇલેક્ટ્રિક વેહિકલ 


વાપરતા થઈ શકે એમ છે. જોકે મુંબઈગરાઓમાં આ વાહનોનો વપરાશ હજીયે છૂટથી વધ્યો ન હોવાનાં ઘણાં કારણો છે. જેમ કે ચાર્જિંગ સિસ્ટમ વિશેની ઓછી જાણકારી અને વન ચાર્જમાં સરેરાશ કેટલાં કિલોમીટર વાહન ચાલી શકશે એની અસ્પષ્ટતાને કારણે ઈ-બાઇક્સ હજી બહુ પૉપ્યુલર નથી થઈ. ઘણા લોકો હજી ઈવી ટૂ-વ્હીલર ખરીદતાં ખચકાય છે એનું મુખ્ય કારણ ચાર્જિંગ, વેહિકલની લોડ અને સ્પીડની કૅપેસિટી બાબતની આશંકાઓ છે. 

ઇલેક્ટ્રિક બાઇક વિશે આટલું જાણી લો

ઈ-બાઇક સરેરાશ ૪૫થી ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ટૉપ સ્પીડ આપી શકે છે. પેટ્રોલથી ચાલતાં વેહિકલ્સ કરતાં ઈ-વેહિકલ વજનમાં હલકું અને દોડવામાં ઝડપી હોય છે અને પેટ્રોલ-ડીઝલના વાહનના એન્જિન કરતાં ઝડપી સ્પીડ અને પિકઅપ લે છે. 
 ઘણી કંપનીઓએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે એવી સુવિધા આપી છે જેમાં તમે ઘરની સ્લો એસી (AC) ચાર્જિંગમાં પણ બૅટરી ચાર્જ કરી શકો છો. 
 ભારતમાં મળતાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ એક ચાર્જમાં ૭૦થી ૮૦ કિલોમીટર ચાલી શકે છે. 
 ઇલેક્ટ્રિક વેહિકલનું મેઇન્ટેનન્સ પેટ્રોલ-ડીઝલ વેહિકલ્સ કરતાં ઓછું આવે છે એટલે ફિક્સ શૉર્ટ રૂટના ટ્રાવેલિંગ માટે બેસ્ટ છે. 
  ઘણાં ઈ-સ્કૂટર્સમાં ‘રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ આવી છે જે શહેરના ટ્રાફિકમાં વેહિકલને સ્ટાર્ટ- સ્ટૉપ કરો ત્યારે બ્રેકથી ચાર્જ થાય અને ‘ઑન ધ ગો’ બૅટરી ચાર્જ થતી રહે.
 એની બૅટરીની સાઇઝ અને ક્ષમતા મુજબ ફુલ ચાર્જ થવા માટે ૩થી પાંચ કલાક લાગે છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2021 02:27 PM IST | Mumbai | Abhisha Rajgor

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK