Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > મારી બધી ગર્લફ્રેન્ડને સેક્સ વખતે પેઇન બહુ થાય છે, શું કામ?

મારી બધી ગર્લફ્રેન્ડને સેક્સ વખતે પેઇન બહુ થાય છે, શું કામ?

17 May, 2021 07:53 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મેં એક-બે ફ્રેન્ડને પૂછ્યું તો તેમનું કહેવું છે કે કે પેનિસની સાઇઝ મોટી હોય તો પણ આવું બને. મને ખબર નથી પડતી કે શું સાચું. 

GMD Logo

GMD Logo


હું ૨૩ વર્ષનો અપરિણીત યુવક છું. મને આઠેક વર્ષથી મૅસ્ટરબેશનની આદત છે. ક્યારેક તો હું દિવસમાં એકથી વધુ વાર કરું છું. મારે બે-ત્રણ ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલ રિલેશન છે. હું તેની સાથે સેક્સ કરું ત્યારે પહેલી વખત ઇન્ટરકોર્સ થાય એ સમયે તેને વજાઇનામાં બહુ પેઇન થાય છે અને એ મને સેક્સ કરવાની ના પાડે છે. આવું મારી બધી ગર્લફ્રેન્ડ સાથે બને છે. આ મારે લીધે થતું હશે કે પછી એ લોકોમાં કોઈ પ્રૉબ્લેમ હશે જેને લીધે તેમને પેઇન થતું હશે. મેં એક-બે ફ્રેન્ડને પૂછ્યું તો તેમનું કહેવું છે કે કે પેનિસની સાઇઝ મોટી હોય તો પણ આવું બને. મને ખબર નથી પડતી કે શું સાચું. 
મલાડના રહેવાસી

 તમારા એક સવાલમાં બે-ત્રણ સવાલ છે એટલે આપણે જરા વિગતવાર વાત કરીએ. હમઉમ્રની વાત હોય ત્યારે પેનિસ અને વજાઇનાની સાઇઝને કોઈ સંબંધ નથી હોતો. એ અંગના સ્નાયુની ઇલૅસ્ટિસિટી એવી હોય છે જે સાઇઝ મુજબ એ સ્નાયુ વર્તતા હોય છે. બીજું, તમે જે કહો છો એ જોતાં એવી સંભાવના લાગે છે કે તમે ઇન્ટરકોર્સની બાબતમાં ઉતાવળા હશો એને લીધે પાર્ટનર ઉત્તેજિત થાય એ પહેલાં જ તમે ઇન્ટરકોર્સ શરૂ કરતા હશો. સેક્સ પહેલાં ફોર-પ્લેની ક્રિયામાં ગાળવો જરૂરી છે. અરસપરસ ગમતી જગ્યાએ હાથ ફેરવવા જેવી પ્રક્રિયાથી પુરુષનું પેનિસ ઉત્થાન થાય અને એવી જ રીતે વજાઇનામાં યોગ્ય ચીકાશ ઉત્પન્ન થાય જે પેનિસને દાખલ થવા દેવામાં સરળતા ઊભી કરે. 
પુરુષોએ સમજવાની જરૂર છે કે જેટલી મજા સફરમાં છે એટલી મજા મંજિલે પહોંચવામાં નથી. માટે જ સામેના પાત્રની આવશ્યકતાને સમજવી અનિવાર્ય છે. અન્યથા એવું બની શકે કે તમારા લગ્નજીવનમાં પણ આ જ પ્રશ્ન ઊભો થાય અને એ પછીથી મોટું સ્વરૂપ ધારણ કરે. ધીરજ સાથે અને સંયમથી સંબંધોમાં આગળ વધવું જરૂરી છે. જમતાં પહેલા ઘણા લોકો એપિટાઇઝર તરીકે સૂપ પીએ એમ સંભોગ પહેલાં યોગ્ય ઉત્તેજના માટે સંવનનની પ્રક્રિયા જરૂરી છે. એનો આરંભ કરો અને અગત્યની વાત, બે-ચાર ફ્રેન્ડ હોવી અને એટલી ગર્લફ્રેન્ડ હોવી, એ બધી સાથે ફિઝિકલ રિલેશન હોવા અયોગ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2021 07:53 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK