Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > મેનોપોઝને લીધે માસિક અનિયમિત હોય તો પણ પ્રેગન્નસી રહે ખરી?

મેનોપોઝને લીધે માસિક અનિયમિત હોય તો પણ પ્રેગન્નસી રહે ખરી?

26 January, 2022 11:39 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મહિનામાં બે વાર આવી ગોળી લેવામાં આવે તો કોઈ વાંધો? મેનોપોઝ આવવું શરૂ થયું હોવાથી હવે પીરિયડ્સમાં તો અનિયમિતતા છે એટલે આઇ-પિલથી ચાલેને?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૪૬ વર્ષ છે અને મારા હસબન્ડની ૫૧ વર્ષ. ઉંમરના તફાવતને કારણે અમને ઘણી વાર સેક્સ્યુઅલ લાઇફમાં સમસ્યા આવે છે. મને મન થાય તો તેઓ વાયેગ્રા લઈને સમાગમ કરે. ત્યારે તેમને સારી ઉત્તેજના આવે, સમાગમ લાંબો ચાલે અને સંતોષકારક હોય છે. મહિનામાં લગભગ પાંચેક વાર સમાગમ કરતાં હોઈએ છીએ. મારા હસબન્ડ મોટાભાગે સ્ખલન બહાર જ કરે અને એ પછી પણ ક્યારેક વીર્ય અંદર જતું રહ્યું હોય એવું લાગે ત્યારે હું આઇ-પિલની ગોળી લઈ લઉં. મહિનામાં બે વાર આવી ગોળી લેવામાં આવે તો કોઈ વાંધો? મેનોપોઝ આવવું શરૂ થયું હોવાથી હવે પીરિયડ્સમાં તો અનિયમિતતા છે એટલે આઇ-પિલથી ચાલેને?
દહિસરના રહેવાસી

મહિનામાં પાંચવાર એટલે કે અંદાજે વીકમાં એકાદવાર વાયેગ્રા લેવામાં કશું જોખમ નથી પણ ધારી લઉં છું કે તમારા હસબન્ડને બ્લડપ્રેશર, ડાયાબિટીઝ કે હાર્ટનો કોઈ પ્રૉબ્લેમ નહીં હોય. જાતીય આનંદ મળે એ માટે હસબન્ડ તમારી ખુશીનું ધ્યાન રાખે છે એ સારી વાત છે. જોકે તમારો મેનોપૉઝનો સમય હજી ચાલુ થયો છે, જેને લીધે પીરિયડ્સ હવે અનિયમિત છે. જેનો સીધો અર્થ એવો છે કે તમને સંપૂર્ણપણે માસિક ગયું નથી. આવા સમયે પ્રેગ્નન્સીની શક્યતા જરા પણ નકારી શકાય નહીં અને તમે પ્રેગ્નન્સી ટાળવા માટે આઇ-પિલની ગોળી લો છો એ પણ બરાબર નથી. આઇ-પિલ માત્ર ઇમર્જન્સીમાં જ ગર્ભનિરોધક તરીકે વાપરવામાં આવે છે, એ રેગ્યુલર ન વપરાય. આ ગોળી હૉર્મોન-સાઇકલને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે.
મેનોપૉઝમાં માસિક સાવ બંધ નથી થયું ત્યારે સ્ખલન કરવામાં જોખમ તો છે જ છે. તમે પોતે સ્વીકારો છો કે ઘણી વાર ખબર નથી પડતી કે વીર્ય અંદર ગયું છે કે નહીં. આવા સમયે તમારે નિશ્ચિંત થઈને સમાગમનો આનંદ માણવો હોય તો કૉન્ડોમ જ સૌથી ઉત્તમ છે. બહેતર છે કે તમે એનો ઉપગોગ કરો. કૉન્ડોમ માત્ર પ્રેગ્નન્સીથી જ નહીં, પણ અન્ય ઇન્ફેક્શનથી પણ તમને સલામત રાખશે માટે શક્ય હોય ત્યારે કૉન્ડોમ વાપરવાનું રાખો એ તમારા હિતમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2022 11:39 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK