Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > મૅસ્ટરબેશનનેલીધે પેનિસનો શેપ અંગ્રેજી C જેવો થઈ ગયો છે...

મૅસ્ટરબેશનનેલીધે પેનિસનો શેપ અંગ્રેજી C જેવો થઈ ગયો છે...

31 May, 2021 11:50 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મારું પેનિસ ઑપરેશન વગર સીધું થાય કે નહીં? મને બહાર સેક્સ માણવા જવાનું બહુ મન થાય છે, પણ પેનિસના આવા આકારને લીધે હવે મને બહુ શરમ આવે છે.  

GMD Logo

GMD Logo


મારા મૅરેજને બે વર્ષ જેવું થયું છે. ટીનેજથી જ મને સેક્સમાં બહુ ઇન્ટ્રેસ્ટ છે, જેને લીધે મૅરેજ પહેલાં હું જમીન પર ઊંધો સૂઈને મારા પેનિસને ઘસતો અને એવી રીતે માસ્ટરબેટ કરીને સૂતો. મારી વાઇફ સેક્સની બાબતમાં નીરસ છે, એ એવું માને છે કે આ તો બાળકો જનરેટ કરવા માટેની એક પ્રક્રિયા છે. અમે માંડ મહિનામાં બે-ત્રણવાર સેક્સ માણીએ છીએ, જેને લીધે મેં મૅરેજ પછી પણ ઊંધા સૂઈને મૅસ્ટરબેટ કરવાની આદત ચાલુ રાખી છે, એના વિના મને ઊંઘ નથી આવતી, પણ મારી આ આદતને કારણે મારા પેનિસનો આકાર અંગ્રેજી અક્ષર C જેવો થઈ ગયો છે. મારું પેનિસ ઑપરેશન વગર સીધું થાય કે નહીં? મને બહાર સેક્સ માણવા જવાનું બહુ મન થાય છે, પણ પેનિસના આવા આકારને લીધે હવે મને બહુ શરમ આવે છે. - બોરીવલીના રહેવાસી

 મનમાંથી કાઢી નાખો કે મૅસ્ટરબેશનના કારણે તમારી પેનિસનો આકાર બદલાઈ ગયો છે. જગતમાં કોઈની ઇન્દ્રિય કાટખૂણે એટલે કે સીધી નથી હોતી, હોઈ જ ન શકે. પુરુષનું પેનિસ ડાબે કે જમણે થોડું ઉપર કે નીચેની તરફ ઝૂકેલું જ હોય છે એટલે બદલાયેલો એ આકાર તમારી કોઈ આદતના કારણે નથી, પણ એ કુદરતી છે. જ્યાં સુધી ઇન્ટરકોર્સની પ્રક્રિયામાં તમને તકલીફ ન પડે કે તમારા વાઇફને તકલીફ ન પડે ત્યાં સુધી કોઈ પ્રકારની સર્જરીની તમારે જરૂર નથી. 
ઘરમાં દાખલ થવા માટે અગત્યની વાત જો કોઈ હોય તો એ પ્રવેશ છે અને તમે પ્રવેશ વિશે કોઈ તકલીફ લખી નથી તો પછી તમે ઘરમાં થોડા ડાબે કે જમણેથી અંદર જાઓ એનાથી શું ફરક પડવાનો? આ સમસ્યા નથી. સમસ્યા મૅસ્ટરબેશનની પણ નથી, એ એક સહજ પ્રક્રિયા છે. અનેક મૅરિડ પુરુષોને મૅરેજના દશકાઓ પછી પણ મૅસ્ટરબેશનની આદત હોય છે એટલે એ આદતને પણ મન પર ભારરૂપ રાખો નહીં, સિવાય કે એને કારણે કોઈ પ્રકારનું ઔચિત્ય ભંગ ન થતું હોય. બહાર સેક્સ માટે જવાની તમારી ઇચ્છા એઇડ્સના આ સમયમાં ગેરવાજબી છે, એના કરતાં માસ્ટરબેશન ઉચિત અને સેફ છે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2021 11:50 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK