Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ઇન્ટિ્મેટ સીન જોઉં કે તરત ઑર્ગેઝમ પર પહોંચી જઉં છું

ઇન્ટિ્મેટ સીન જોઉં કે તરત ઑર્ગેઝમ પર પહોંચી જઉં છું

25 May, 2021 12:07 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

આ કન્ટિન્યુ રહેશે તો મૅરેજ પછી અમારી પર્સનલ લાઇફમાં પ્રૉબ્લેમ આવશે?

GMD Logo

GMD Logo


હું ૨૪ વર્ષની છું અને એક કંપનીમાં જૉબ કરું છું. વેબ સીરિઝને લીધે મને માસ્ટરબેશનની આદત પડી છે, જેમાં હવે તો એવું બને છે કે હું કોઈ ઇન્ટિમેટ સીન જોઉં તો તરત જ ઑર્ગેઝમ પર પહોંચી જઉં છું અને વૅટ થઈ જઉં છું. મારી થોડા સમય પહેલાં ઍન્ગેજમેન્ટ થઈ. પ્રૉબ્લેમ એ થાય છે કે મારો ફિયાન્સ મારા પ્રાઇવેટ પાર્ટ પર સહેજ ટચ પણ કરે છે તો પણ હું તરત જ વૅટ થઈ જઉં છું અને મારું એક્સાઇટમેન્ટ લેવલ હાઇનોડ પર પહોંચી જાય છે, જેને લીધે પછી હું તેને એક પણ બાબતમાં રિસ્પોન્સ નથી કરતી. તેને એ વાત સમજાઈ પણ જાય છે. આ કન્ટિન્યુ રહેશે તો મૅરેજ પછી અમારી પર્સનલ લાઇફમાં પ્રૉબ્લેમ આવશે?
વિલે પાર્લેના રહેવાસી

 તમારે મનમાં કોઈ જાતનો ડર રાખવાની જરૂર નથી. આ એક સહજ પ્રક્રિયા છે, જે મોટાભાગની તમારી એજની વ્યક્તિને થતી હોઈ શકે છે પણ એ કહેવા કે સ્વીકારવાની ક્ષમતા ઓછા લોકોમાં હોય છે. તમે જેને તકલીફ કહો છો એ પુરુષોમાં પણ હોય છે, એને શીઘ્રપતન એટલે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન કહેવામાં આવે છે. વધારે પડતાં એક્સાઇટમેન્ટને લીધે આવું બનતું હોય છે. મૅરેજ પછી કે અત્યારના સમયમાં તમારે તમારી જાત પર થોડો કન્ટ્રોલ કરતાં શીખવું પડશે. તમે જેવા એક્સાઇટમેન્ટ લેવલ પર પહોંચવાના શરૂ થાઓ કે તરત જ તમારે થોડો સમય માટે બીજી પ્રક્રિયા શરૂ કરી દેવાની અને કાં તો તમારા મનમાં સેક્સને બદલે બીજા વિચારોનો આરંભ કરી દેવાનો. આ એક એવી પ્રેક્ટિસ છે જે સમય જતાં તમને માસ્ટરી આપી દેશે.
તમારે સેક્સના ઑર્ગેઝમ પર પહોંચવાનું નથી. લોકો લાંબો સમય સેક્સ સાઇકલ ચલાવવા માટે આવું કરતાં હોય છે, તમારે પણ એ જ કરવાનું છે. બને તો તમે તમારા ફિાયાન્સ સાથે વાત કરો અને તમારો આ પ્રશ્ન જણાવી એને ઉપાય પણ સમજાવો. શક્ય છે કે એ તમને તમારી આ સાઇકલ લંબાવવામાં મદદ કરે. સેક્સ રિલેશનશિપ જેટલી ટ્રાન્સપરન્સીથી આગળ વધશે એટલો એનો આનંદ વધુ આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2021 12:07 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK