° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


હું સેક્સ ટૉય્ઝ વાપરું તો એની આદત પડે?

28 September, 2021 10:09 AM IST | Mumbai | Dr. Mukul Choksi

સેક્સ ટૉય્ઝ વાપરી શકાય અને તમારા જેવી એકલી રહેતી વ્યક્તિના હિતમાં પણ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૨ વર્ષની છે. મારે જાણવું છે કે સેક્સ ટૉય્ઝ યુઝ કરવાં યોગ્ય કહેવાય? હું અને મારા હસબન્ડ અલગ-અલગ શહેરમાં જૉબ કરીએ છીએ, જેને લીધે અમને ફિઝિકલ પ્લેઝર બે-અઢી મહિને માંડ એક વાર મળે છે. જોકે પછી માઇન્ડ એની ડિમાન્ડ સતત કર્યા કરે છે. ફિંગરિંગ કરવાનું મન થાય, પણ એકાદ-બે વાર અંદર નખ લાગી ગયો હોવાથી એવું કરવામાં ડર લાગે છે. મેં ઘણા વિડિયો જોયા છે કે જેમાં સેક્સ ટૉય્ઝથી પ્લેઝર લેવામાં આવે છે. જોકે મને ડર છે કે એની આદત પડી જશે તો ફિઝિકલ રિલેશનમાં પ્લેઝર નહીં મળે. ટૉય્ઝને બદલે હું બીજું કંઈ યુઝ કરી શકું?

કાંદિવલીનાં રહેવાસી

 ના, બીજું કશું યુઝ કરવું નહીં. ખાસ કરીને એવી કોઈ ચીજ જેની હાઇજીનનેસ માટે શંકા હોય. ઘણી ગર્લ્સ પોતાની રોજબરોજની ચીજોનો ઉપયોગ પેનિટ્રેશન માટે કરે છે. આ ચીજોમાં લિપસ્ટિકથી માંડીને આઇબ્રો પેન્સિલ અને ઘણી વાર તો ગાજર કે મૂળા જેવી ચીજ પણ વાપરવામાં આવે છે. જોકે આ તમામ ચીજો હાઇજીન હોવાની સંભાવના ઓછી હોવાથી વજાઇનલ ઇન્ફેક્શનની શક્યતા વધે છે.

સેક્સ ટૉય્ઝ વાપરી શકાય અને તમારા જેવી એકલી રહેતી વ્યક્તિના હિતમાં પણ છે. સેક્સ એક એવી ફીલિંગ છે જેની તૃપ્તિ ન થાય તો એ સતત મનને એ દિશામાં રાખ્યા કરે છે. આપણે ત્યાં હજી પણ લોકો આ બાબતમાં જાગૃત થયા નથી એટલે તેમને સમજાતું નથી; પણ બહેતર છે કે શરીર જો સેક્સની માગણી કરે તો એને યોગ્ય રીતે, યોગ્ય માર્ગે અને વાજબી રીતે પૂરી કરવામાં આવે.

સેક્સ ટૉય્ઝ હવે સરળતાથી મળે છે. ઑનલાઇન પણ એ ખરીદી શકાય છે. એમાં વરાઇટી પણ અનેક છે. એની આદત પડી જાય એવું ક્યારેય કોઈ સાથે બન્યું હોય એવું સાંભળવા મળ્યું નથી એટલે એની આદત નથી પડતી એવું સહજ રીતે સ્વીકારી શકાય. જોકે આ જ વાત કહેતી વખતે એ પણ સ્પષ્ટતા કરવાની કે ટૉય્ઝ જેવી ચીજનું ક્લીનિંગ પણ યોગ્ય રીતે થવું જોઈએ. જો એની સફાઈ રાખી શકાતી હોય તો જ એ ઇનરપાર્ટમાં ઇન્સર્ટ કરવું એવું તો ટૉય્ઝ બનાવતી કંપની પણ કહે છે.

28 September, 2021 10:09 AM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

બૉયફ્રેન્ડે મને ફ્રેન્ડ્સના ગ્રુપમાં બદનામ કરી દીધી

આપણી અંગત જિંદગીમાં લોકોને બહુ ઝાંકવા દેવાની છૂટ ન આપવી. જેમ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું છે એમ તેની સાથે સંકળાયેલી વાતોને પણ પાછળ છોડી દો. 

03 December, 2021 08:05 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

અચાનક જ સેક્સમાંથી રસ ઊડી ગયો છે

મને લાગે છે કે ધીમે-ધીમે નપુંસક થઈ રહ્યો છું. હું એ પણ જોઉં છું કે વાઇફ પણ હવે મને બેડ પર અવગણે છે. એને ટચ પણ કરું તો તરત જ મને કહી દે છે કે રહેવા દો, તમારાથી કંઈ થશે નહીં. 

01 December, 2021 05:22 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

પિરિયડ્સમાં સેક્સ કરીએ તો પ્રેગ્નન્સી ન રહે એ સાચું છે?

વાત રહી પ્રેગ્નન્સીની, તો તમને કહેવાનું કે પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવાથી બાળક ન જ થાય એવો કોઈ થમ્બ રૂલ નથી

30 November, 2021 04:19 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK