Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલ બેગમાં અફીણ ભરીને રાજસ્થાનથી સૂરત લઈ જતા 9મા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ

સ્કૂલ બેગમાં અફીણ ભરીને રાજસ્થાનથી સૂરત લઈ જતા 9મા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ

03 December, 2021 07:32 PM IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નશાના વેપારીઓ વિરુદ્ધ જ્યારથી ગુજરાતની સૂરત પોલીસ કડક થઈ છે, ત્યારથી મોટાભાગે ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા એક પછી એક ડ્રગ નેટવર્કનો પર્દાફાર્શ કરી રહી છે. સૂરત પોલીસે અફીણની તસ્કરી સાથે જોડાયેલા એક અને અનેક પ્રકારના નેટવર્કનો પર્દાફાર્શ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નશાના વેપારીઓ વિરુદ્ધ જ્યારથી ગુજરાતની સૂરત પોલીસ કડક થઈ છે, ત્યારથી મોટાભાગે ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા એક પછી એક ડ્રગ નેટવર્કનો પર્દાફાર્શ કરી રહી છે. સૂરત પોલીસે અફીણની તસ્કરી સાથે જોડાયેલા એક અને અનેક પ્રકારના નેટવર્કનો પર્દાફાર્શ કર્યો છે.

ડ્રગ મામલે 9મા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ
આ હેઠળ પોલીસે નવમા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરી છે જે પોતાના સ્કૂલ બેગમાં લગભગ બે કિલો અફીણ રાજસ્થાનથી સૂરત આવ્યો હતો. વિદ્યાર્થીના બેગમાંથી મળેલા અફીણની કિંમત 1.98 લાખ કહેવામાં આવી રહી છે. ડ્રગ માફિયા પોલીસથી બચવાના જુગાડમાં હવે શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આવું પહેલીવાર સામે આવ્યું છે.



સ્કૂલ બેગમાં મળ્યું લગભગ 2 કિલો અફીણ
સૂરતની પૂના થાણા પોલીસને સમાચાર મળ્યા હતા કે મૂળે રાજસ્થાન રાજ્યનો રહેવારી 16 વર્ષનો વિદ્યાર્થી રાજસ્થાનથી સૂરત અફીણની તસ્કરીમાં સામેલ છે. તે સમાચારના આધારે પૂના પોલીસે પોતાના થાણા વિસ્તારના નિઓલ ચેકપૉૉર્સ નજીક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તે પોતાની સ્કૂલ બેગમાં 1 કિલો 980 ગ્રામ અફીણ, રાજસ્થાનથી સૂરત લઈને ડ્રગ માફિયાને પહોંચાડવા આવ્યો હતો. વિદ્યાર્થીને સૂરત પહોંચાડવા માટે અફીણ તેના ગામના ગોપાલ શર્માએ આપી હતી.


કામ માટે વિદ્યાર્થીને મળ્યા 5 હજાર રૂપિયા
સૂરત પોલીસના એસીપી ધર્મેન્દ્ર સિંહ ચાવડાએ જણાવ્યું કે અફીણની ખેપ રાજસ્થાનથી સૂરત મોકલનારા ગોપાલ શર્મા નામના ડ્રગ માફિયાએ સગીર વયના વિદ્યાર્થીનો ઉપયોગ કેરિઅર તરીકે કર્યો. રાજસ્થાનના જિલ્લા ચિતૌડગઢ તહેસીલ બેગુ, થાણા પરસોલીજીના અંતર્ગત આવનારા ઇટાવા ગામના રહેવાસી ગોપાલ શર્માની ધરપકડ બાદ જ નક્કી થશે કે સૂરતમાં અફીણની ખેપ કોને પહોંચાડવાની હતી. પકડાયેલા વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે તે અફીણની ડિલીવરી લેનારા વિશે કંઇ નથી જાણતો. તેનું નામ, સરનામું અને મોબાઇલ નંબર પણ નથી આપવામાં આવ્યું. આ કામ માટે તેને પાંચ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે.

`નો ડ્રગની ઇન સૂરત સિટી`
સૂરત શહેરમાં પોલીસ કમિશનર અજય તોમરની આગેવાની હેઠળ `નો ડ્રગ ઇન સૂરત સિટી`ના નામે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ હેઠળ સૂરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને વિવિધ થાણાની પોલીસે એનડીપીએસ હેઠળ કેસ નોંધ્યા છે. 30 નવેમ્બરે સાજે પૂના પોલીસને સૂચના મળી હતી કે રાજસ્થાનથી સૂરતમાં અફીમની ખેપ જવાની છે. આ હેઠળ પોલીસે નિઓલ ચેક પોસ્ટ પાસે સગીર વિદ્યાર્થીની ધરપકડ કરી, જેની પાસેથી 1 કિલો 980 ગ્રામ અફીણ મળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2021 07:32 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK