Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હિલેરી ક્લિન્ટન ગુજરાતનાં મહેમાન બનશે, ઇલા ભટ્ટને અંજલિ આપશે

હિલેરી ક્લિન્ટન ગુજરાતનાં મહેમાન બનશે, ઇલા ભટ્ટને અંજલિ આપશે

05 February, 2023 09:17 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજથી બે દિવસની વિઝિટ દરમ્યાન તેઓ ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને ‘સેવા’ની ગ્રામીણ પહેલના ભાગરૂપે આગરિયાઓ સાથે વાતચીત કરશે

હિલેરી ક્લિન્ટન અને ઇલા ભટ્ટ. (ફાઇલ-તસવીર)

હિલેરી ક્લિન્ટન

હિલેરી ક્લિન્ટન અને ઇલા ભટ્ટ. (ફાઇલ-તસવીર)


અમદાવાદ (પી.ટી.આઇ.) ઃ અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. તેઓ જાણીતા સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઇલા ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી સેવા (સેલ્ફ-એમ્પાવર્ડ વિમેન્સ અસોસિએશન)ના કાર્યક્રમોમાં ભાગ લેશે. ઇલા ભટ્ટનું ગયા વર્ષે નવેમ્બરમાં નિધન થયું હતું. 
હિલેરી અમદાવાદમાં ઇલાબહેનને અંજલિ અર્પશે અને આ શહેરમાં ‘સેવા’ની ઑફિસમાં એના સભ્યોની સાથે વાતચીત કરશે. સેવાના પ્રોગ્રામ કો-ઑર્ડિનેટર રશ્મિ બેદીએ જણાવ્યું હતું કે હિલેરી સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને ‘સેવા’ની ગ્રામીણ પહેલના ભાગરૂપે આગરિયાઓની સાથે વાતચીત કરશે.
બેદીએ ગઈ કાલે વધુ જણાવ્યું હતું કે ‘હિલેરી ક્લિન્ટન બપોરે પોણાત્રણથી ચાર વાગ્યાની વચ્ચે અમદાવાદમાં સેવા રિસેપ્શન સેન્ટરની મુલાકાત લેશે અને સંસ્થાના સભ્યોની સાથે વાતચીત કરશે. તેઓ રિસેપ્શન સેન્ટર ખાતે સ્પીચ પણ આપશે. જેના પહેલાં તેઓ ૨૦૨૨માં સેવા ફાઉન્ડેશનની સ્થાપનાનાં ૫૦મા વર્ષની ઉજવણી માટે વિક્ટોરિયા ગાર્ડન ખાતે ઇલા ભટ્ટ દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલા વડના એક વૃક્ષની નજીક એક તકતીનું અનાવરણ કરશે.’
ક્લિન્ટન અને ભટ્ટ એકબીજાને ૧૯૯૫થી જાણે છે અને ક્લિન્ટને ૨૦૧૮માં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં ઇલાબહેનની કામગીરીને ‘ક્રાંતિકારી અનુભવ’ ગણાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 09:17 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK