એક જ દિવસમાં ૫૬,૨૫૬ યુનિટ બ્લડ એકત્ર થવાનો રેકૉર્ડ રચાયો : ગુજરાતનાં કર્મચારી-મંડળોએ ગુજરાતમાં ૩૭૮ સ્થળોએ મેગા બ્લડ-ડોનેશન ડ્રાઇવ યોજીને કર્યું રક્તદાન
બ્લડ યુનિટ એકત્ર કરાવવાનો રેકૉર્ડ થતાં એનું સર્ટિફિકેટ ભૂપેન્દ્ર પટેલને એનાયત કરાયું હતું.
નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાતમાં ગઈ કાલે જાણે બ્લડ-ડોનેશન ઉત્સવ ઊજવાયો હોય એવો માહોલ રચાયો હતો અને એક જ દિવસમાં ૫૬,૨૫૬ યુનિટ બ્લડ એકત્ર થવાનો રેકૉર્ડ રચાયો છે. ગુજરાતના કર્મચારી-મંડળોએ ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર, રાજપીપળા, તિલકવાડા, સેલંબા, પાલનપુર, ડીસા સહિતનાં ૩૭૮ સ્થળોએ મેગા બ્લડ-ડોનેશન ડ્રાઇવ યોજી હતી, જેમાં કર્ચમચારીઓએ રક્તદાન કર્યું હતું.
ADVERTISEMENT
વડોદરામાં નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે કેક કટિંગ કરી હતી.
પાલનપુરમાં રક્તદાન માટે લાઇન લાગી હતી.
ગુજરાતના કર્મચારી-મંડળો દ્વારા નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. યુરોપના ઑફિશ્યલ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડસ્ અને લંડનના વર્લ્ડ બુક ઑફ રોકૉર્ડ્સના પ્રતિનિધિઓએ એક જ દિવસમાં ૫૬,૨૫૬ રક્ત-બૉટલ એકત્ર કરવાના વિશ્વવિક્રમનુ સર્ટિફિકેટ ભૂપેન્દ્ર પટેલને એનાયત કર્યું હતું.

