ગઈ કાલે મિશિગન સ્ટેટની પોલીસ અને ફેડરેશન બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના જૉઇન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સે એક ઘરમાં છાપામારી કરીને કેટલાક લોકોની ધરપકડ કરી હતી.
ગઈ કાલે મિશિગનના ડીઅરબૉર્નમાં એક ઘરની તપાસ કરતી પોલીસ.
ગઈ કાલે મિશિગન સ્ટેટની પોલીસ અને ફેડરેશન બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના જૉઇન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સે એક ઘરમાં છાપામારી કરીને કેટલાક લોકોની ધરપકડ કરી હતી. FBI ડિરેક્ટર કૅશ પટેલે કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે એક ઇમર્જન્સી કાર્યવાહી કરીને એક સંભવિત આતંકવાદી હુમલાને રોકવામાં આવ્યો હતો. FBIની સતર્કતાને કારણે એક મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર નાકામ થયું હતું.’
જોકે સંભવિત હુમલા વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો.


