Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > World AIDS Day 2022: દરવર્ષે કેમ ઉજવવામાં આવે છે આ દિવસ? જાણો મહત્વ અને ઇતિહાસ

World AIDS Day 2022: દરવર્ષે કેમ ઉજવવામાં આવે છે આ દિવસ? જાણો મહત્વ અને ઇતિહાસ

01 December, 2022 10:00 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આખા વિશ્વમાં 1 ડિસેમ્બરના `વર્લ્ડ એઇડ્સ ડે` (World AIDS Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને તે લોકોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે, જેમની આ રોગ થકી મૃત્યુ થઈ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

World AIDS Day 2022

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


એઇડ્સ હ્યૂમન ઇમ્યૂનો ડેફિશિએન્સી વાયરસ (HIV)ના સંક્રમણને કારણે થનારી બીમારી છે. આ વાયરસ ઇન્ફેક્ટેડ બ્લડ (Infected Blood), સીમન (Seeman) અને વજાઈનલ ફ્લૂઇડ્સ (Vaginal Fluids) વગેરેના કૉન્ટેક્ટમાં આવવાથી ટ્રાન્સમિટ થાય છે. આ બીમારીને લઈને અનેક ભ્રાંતિઓ ફેલાયેલી છે. આખા વિશ્વમાં 1 ડિસેમ્બરના `વર્લ્ડ એઇડ્સ ડે` (World AIDS Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને તે લોકોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે, જેમની આ રોગ થકી મૃત્યુ થઈ છે. આજે વાત કરીએ વર્લ્ડ એઇડ્સ ડેની થીમ, ઇતિહાસ અને મહત્વ વિશે.

વર્લ્ડ એઇડ્સ ડે 2022ની થીમ શું છે?
વર્લ્ડ એઇડ્સ ડે 2022ને ઇક્વલાઈઝ (Equalize) એટલે કે સમાનતાની થીમ હેઠળ માર્ક કરવામાં આવી છે. સેન્ટર ફૉર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન પ્રમાણે વર્લ્ડ એઇડ્સ ડે દરેક વ્યક્તિ અને કોમ્યુનિટી માટે એક તક છે, જેમાં તે દરેક વ્યક્તિને યાદ અને તેમનું સન્માન કરી શકે જેણે વિશ્વમાં આ રોગને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વર્ષની થીમ તે પડકારોના લિસ્ટમાં સામેલ થઈ છે, જેના પ્રત્યે વર્લ્ડ એઇડ્સ ડેએ વિશ્વ સ્તરે લોકોને અલર્ટ કર્યા છે.



વર્લ્ડ એઇડ્સ ડેનો ઇતિહાસ
આ દિવસને ઉજવવાની શરૂઆત 1988માં થઈ હતી. ખાસ વાત એ છે કે વર્લ્ડ એઇડ્સ ડે ગ્લોબલ હેલ્થ માટે પહેલો ઇન્ટરનેશનલ ડે હતો. દર વર્ષે, યૂનાઈટેડ નેશન્સની એજન્સીઓ, સરકારો અને લોકો એચઆઇવી સાથે જોડાયેલી ખાસ થીમ્સ પર અભિયાન ચલાવવા માટે એકસાથે જોડાય છે. આ દિવસ આને માટે લોકોને જાગૃક કરવા માટે જાત ભાતની એક્ટિવિટીઝ કરવામાં આવે છે. ઘણા લોકો લાલ રિબન પહેરે છે જે આ રોગથી પીડિત લોકોને સપૉર્ટ કરવા અને જાગૃકતાનું પ્રતીક છે.


આ પણ વાંચો : Zombie Virus: 48500 વર્ષ જૂના વાયરસને રશિયન વૈજ્ઞાનિકોએ ફરી રિવાઈવ કર્યો?

વર્લ્ડ એઇડ્સ ડેનું મહત્વ
વર્લ્ડ એઇડ્સ ડે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણકે આ પબ્લિક અને સરકારને યાદ અપાવે છે કે આ રોગી હજી પણ જીવે છે અને આ માટે લોકોને જાગૃત કરવા અને આ બીમારીથી પરેશાન લોકો માટે પૈસા એકઠા કરવાની હજી પણ જરૂર છે. આ દિવસ વિશ્વમાં એચઆઇવીથી પીડિત લાખો લોકોની સાથે સપૉર્ટ બતાવવાની તક આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2022 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK