Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટૅક્સીમાં પાછલી સીટ પર ત્રીજા પૅસેન્જર માટેના સીટ-બેલ્ટનું શું?

ટૅક્સીમાં પાછલી સીટ પર ત્રીજા પૅસેન્જર માટેના સીટ-બેલ્ટનું શું?

01 November, 2022 10:00 AM IST | Mumbai
Rajendra B Aklekar

આના સહિત અનેક સવાલ ઊભા કરીને ટૅક્સીવાળાઓ સહિતના વાહનમાલિકો કહે છે કે આદેશનો અમલ આજથી ન કરવો જોઈએ, તૈયારી માટેનો સમય અપૂરતો હતો

સોમવારે સીટ-બેલ્ટ પહેર્યા વિના મુસાફરી કરી રહેલા શહેરીજનો (તસવીર : નિમેશ દવે)

સોમવારે સીટ-બેલ્ટ પહેર્યા વિના મુસાફરી કરી રહેલા શહેરીજનો (તસવીર : નિમેશ દવે)


સીટ-બેલ્ટના આજથી ફરજિયાત અમલના નિયમની ટૅક્સી, બસ અને ટ્રક-ડ્રાઇવર્સ સહિત અનેક લોકોએ ટીકા કરી છે. સર્ક્યુલર અનુસાર શહેરની સીમામાં દોડતાં તમામ મોટર વેહિકલ્સે નિયમનું પાલન કરવું જરૂરી છે અને નિયમભંગ થતાં ૧૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. ઘણા લોકોએ ૧૫ દિવસનો સમય પૂરતો ન હોવાનું કહીને વધુ સમય માગ્યો છે, તો ટૅક્સી અને હેવી વેહિકલ ડ્રાઇવર્સે કેટલાંક પાયાનાં કારણ આગળ ધરીને વિરોધ નોંધાવ્યો છે.

ટ્રક જેવાં ભારે વાહનોના ડ્રાઇવર્સનું કહેવું છે કે આવાં વાહનોમાં મોટા ભાગે ડ્રાઇવર કે ક્લીનર્સ માટે સીટ-બેલ્ટ હોતા જ નથી. એક કન્ફ્યુઝન એ પણ છે કે આ નિયમ બસને લાગુ પડે છે કે નહીં? કારણ કે બસમાં પૅસેન્જર માટે સીટ-બેલ્ટની સુવિધા નથી હોતી.



આ નવો નિયમ, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા તથા વિવિધ નિયમોને કારણે આમ પણ સમસ્યા અનુભવી રહેલા ગરીબ ટૅક્સી-ડ્રાઇવર્સ માટે આ બીજી મુસીબત ત્રાસરૂપ બની રહેવાનો ભય સતાવી રહ્યો છે. તેમનું કહેવું છે કે આવી યોજનાના અમલ પહેલાં ચર્ચા થવી જોઈએ.


મુંબઈ ટૅક્સીમેનના યુનિયન લીડર ઍન્થની ક્વૉડ્રોસે કહ્યું કે ‘અમે અમલ પહેલાં મંત્રણાની માગણી કરીએ છીએ. શહેરની હદમાં વાહનોની સરેરાશ સ્પીડ ૧૨ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય છે અને મોટા ભાગના મુસાફરો ટૂંકા અંતરની મુસાફરી કરે છે. હવે, વિરોધનો મૂળ મુદ્દો એ છે કે ટૅક્સીમાં ચાર મુસાફરો લેવાની છૂટ છે. એનો અર્થ એ કે ત્રણ વ્યક્તિ રિયર સીટ પર બેસે છે, પણ ઉત્પાદકો પાછળના ભાગે માત્ર બે જ સીટ-બેલ્ટ આપે છે. તો ત્રીજો પૅસેન્જર ક્યાં બેસશે? વળી, ટ્રાફિક-પોલીસે ખાનગી કારને ટૅક્સી સાથે ન સરખાવવી જોઈએ. નાની અથડામણને બાદ કરતાં ટૅક્સીનો ઍક્સિડેન્ટ રેશિયો લગભગ ઝીરો છે. આ સંદર્ભે અમારું માનવું છે કે પાછલી સીટ પર બેસેલા પૅસેન્જર્સ માટે સીટ-બેલ્ટ ફરજિયાત ન કરવો જોઈએ. આ મામલે અમે શહેર ટ્રાફિક પોલીસ સાથે બેઠક કરવાની માગણી કરી છે.’

તો વેસ્ટર્ન ઇન્ડિયા ઑટોમોબાઇલ અસોસિએશનના ચૅરમૅન નીતિન ડોસાએ જણાવ્યું હતું કે ‘ટ્રાફિક પોલીસ વિભાગે આપેલો ૧૫ દિવસનો સમય શહેરનાં ફોર-વ્હીલર્સ માટે સીટ-બેલ્ટની વ્યવસ્થા કરવા માટે પૂરતો નહોતો. એ માટે મૅનપાવર અને સમયની જરૂર પડે છે. સર્ક્યુલર તહેવારના સમયગાળામાં જાહેર કરાયો હોવાથી મોટા ભાગના વર્કર્સ રજા પર છે. અમે નવા નિયમના અમલ માટે વધુ સમય આપવા અને આ મામલે વધુ સ્પષ્ટતા કરવા માટે ટ્રાફિક પોલીસને પત્ર પાઠવી રહ્યા છીએ.’


6
મોટા ભાગના લોકોએ ફરજિયાત સીટ-બેલ્ટના અમલ માટે આટલા મહિનાના સમયની માગણી કરી છે.

1000
આજથી સીટ-બેલ્ટ ન પહેરવા બદલ આટલા રૂપિયાનો દંડ ફટકારાશે.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2022 10:00 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK