ભારતીય જનતા પાર્ટી (BJP)એ વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે પાર્ટીના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા છે
ચંદ્રશેખર બાવનકુળે
ભારતીય જનતા પાર્ટી (BJP)એ વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે પાર્ટીના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા છે. BJPના મહારાષ્ટ્ર પ્રમુખ રવીન્દ્ર ચવાણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આ અંગે જાહેરાત કરી હતી. ચંદ્રશેખર બાવનકુળેએ બેઠકમાં જણાવ્યું હતું કે ‘મહાયુતિ ગઠબંધન ૫૧ ટકા મત મેળવશે અને રાજ્યભરમાં બે-તૃતીયાંશ બહુમતી સાથે ચૂંટણીમાં વિજય મેળવશે. મહાયુતિ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનો, જિલ્લા પરિષદો, મ્યુનિસિપલ કાઉન્સિલો અને નગરપંચાયતો સહિતની તમામ ચૂંટણીઓ પ્રચંડ બહુમતીથી જીતે એવા પ્રયત્ન કરીશું.’
ગઠબંધનમાં મતભેદ ન થાય એ માટે દરેક જિલ્લામાં BJP, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના એક-એક પ્રધાન ધરાવતી ૩ સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવશે એમ ચંદ્રશેખર બાવનકુળેએ ઉમેર્યું હતું.


