શહેરના રસ્તાઓની નિયમિત સફાઈ માટે BMCએ ‘રોડ અડૉપ્શન ઇનિશ્યેટિવ’ શરૂ કર્યું છે.
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
શહેરના રસ્તાઓની નિયમિત સફાઈ માટે BMCએ ‘રોડ અડૉપ્શન ઇનિશ્યેટિવ’ શરૂ કર્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત મુંબઈના ૭૩૦થી વધુ રસ્તાઓની દેખરેખ ૨૪૬ જુનિયર સુપરવાઇઝરને સોંપવામાં આવશે. દરેક સુપરવાઇઝર ઓછામાં ઓછા ૩ મુખ્ય રસ્તાઓની જાળવણી માટે જવાબદાર ગણાશે. શહેરના રસ્તા સ્વચ્છ રહે અને જરૂર હોય ત્યાં સમયસર સમારકામ થાય એ હેતુ સાથે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સુપરવાઇઝરને સોંપાયેલા રસ્તાઓની વ્યાપક સફાઈ સાથે નિયમિત જાળવણી માટેની કામગીરી કરવામાં આવશે. ડિવાઇડર, ફુટપાથ અને સર્વિસ લેન નિયમિત સાફ કરવામાં આવશે. ડસ્ટ કન્ટ્રોલ માટે પાણી છાંટવામાં આવશે. ફ્લાયઓવર નીચેની દીવાલો અને મહત્ત્વનાં જંક્શન્સ પર તથા ભીંતચિત્રો અને કલાકૃતિઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.


