ફાયર-બ્રિગેડની મદદથી એ સમયે યુનિટમાં હાજર કામદારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આમ છતાં બચાવ-કામગીરી દરમ્યાન ૩ કામદારોને ઈજા થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
પાલઘરના બોઇસર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સિન્થેટિક દોરડાં અને વાઇનલ ફ્લોરિંગ શીટ બનાવતી એક ફૅક્ટરીમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી, જેમાં ૩ કામદારોને ઈજા થઈ હતી.
પાલઘર ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ વિવેકાનંદ કદમે આપેલી માહિતી મુજબ બોઇસર તારાપુર MIDCમાં રિસ્પૉન્સિવ ઇન્ડસ્ટ્રીઝના યુનિટમાં સાંજે ૪.૧૫ વાગ્યે આગ લાગી હતી. ઝડપથી આગ પકડી લે એવા સામાનને કારણે આગ પ્રસરી હતી. ફાયર-બ્રિગેડની મદદથી એ સમયે યુનિટમાં હાજર કામદારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આમ છતાં બચાવ-કામગીરી દરમ્યાન ૩ કામદારોને ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.


