Chhangur Baba Conversion Case: મની લોન્ડરિંગના કેસમાં ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં કુલ ૧૨ જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે.
છાંગુરબાબાની ફાઇલ તસવીર
હાલમાં આખા દેશમાં ચકચાર મચાવનાર છાંગુરબાબાના કેસ (Chhangur Baba Conversion Case)ને લઈને હવે મોટા અપડેટ સામે આવ્યા છે. છાંગુરબાબા ઉર્ફે જમાલુદ્દીન ધર્માંતરણ કેસમાં ઇડીએ અનેક ઠેકાણાઓ પર દરોડા પાડયા છે.
બલરામપુરથી મુંબઈ સુધી કુલ ચૌદ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
ADVERTISEMENT
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ માસ્ટરમાઇન્ડ જમાલુદ્દીન ઉર્ફે છાંગુરબાબા (Chhangur Baba Conversion Case)ની વિરુદ્ધ મની લોન્ડરિંગના કેસમાં ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં કુલ ૧૨ જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. બલરામપુર ઉપરાંત મુંબઈમાં ૨ સ્થળોએ પણ ઇડીએ દરોડા પાડયા છે. આરોપી નવીન પાસેથી આશરે ૨ કરોડ રૂપિયા શહજાદ શેખને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ શેખના નિવાસસ્થાનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ધર્માંતરણ સિંડિકેટ ચલાવી રહેલા માસ્ટરમાઇન્ડ જમાલુદ્દીન ઉર્ફે છાંગુરબાબા સામે હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ કુલ ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા છે. એવી પણ માહિતી મળી રહે છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમો માધપુરના છાંગુર અને ઉત્રૌલા નગરમાં પણ હાજર છે.
મુંબઈમાં કઇ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે?
રિપોર્ટ અનુસાર ઇડીને જાણવા મળ્યું હતું કે આરોપી નવીનના બેન્ક એકાઉન્ટમાંથી લગભગ બે કરોડ રૂપિયા શહજાદ શેખ નામના વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાંદ્રા ઈસ્ટમાં કનકિયા પેરિસ ઍપાર્ટમેન્ટ અને માહિમ વેસ્ટમાં રિઝવી હાઇટ્સમાં શહઝાદ શેખના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવી રહ્યા છે. અત્યારે ઈડીની ટીમ બાંદ્રાના ઘરે હાજર શહજાદ શેખની પણ પૂછપરછ કરી રહી છે. આ છાંગુરબાબા મોટા પ્રમાણમાં ધર્માંતરણનું રેકેટ ચલાવતો હતો. અને માધ્યમ ચેનલો દ્વારા નાણાંની લેવડ-દેવડ કરતો હતો. ઇડી આ જ લેવડદેવડ અને મની ટ્રેઇલની તપાસ કરી રહી છે. એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે દેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર ભંડોળ દ્વારા ધર્માંતરણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
છાંગુરબાબાના (Chhangur Baba Conversion Case) તો વિદેશોમાં પણ બેન્ક એકાઉન્ટ મળી આવ્યાં છે. ઇડીને અત્યાર સુધીમાં શારજાહ, દુબઈ અને યુએઈમાં કુલ પાંચ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. હાલમાં આ એકાઉન્ટ્સ દ્વારા નાણાં ક્યારે, કેવી રીતે અને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. બાબાના એજન્ટો અને વિદેશમાં ફેલાયેલા ફંડિંગ નેટવર્કને પણ શોધી કાઢવાની કવાયત ઇડીએ હાથ ધરી છે.
છાંગુરબાબા કેસ (Chhangur Baba Conversion Case)માં બાબાની સખી નીતુ ઉર્ફે નસરીન અને નવીનના વિવિધ બેન્ક એકાઉન્ટ્સની પણ તપાસ ચાલી રહી છે. બેન્ક ઓફ ઇન્ડિયા, પેટીએમ બેન્ક, બેન્ક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઈ સહિત નીતુના પણ અનેક બેન્ક એકાઉન્ટ્સની તપાસ ઇડી કરી રહી છે.

