Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Cruise ship drugs case: આરોપીઓના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે NCB

Cruise ship drugs case: આરોપીઓના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે NCB

23 October, 2021 09:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેમણે એમ પણ કહ્યું કે એજન્સી આર્યન ખાનની જામીન અરજીનો 26 ઑક્ટોબરે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ વિરોધ કરશે.

બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસ. ફાઈલ તસવીર/શાદાબ ખાન

બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસ. ફાઈલ તસવીર/શાદાબ ખાન


એક અધિકારીએ જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત તમામ ધરપકડ કરાયેલા આરોપીઓના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે એજન્સી આર્યન ખાનની જામીન અરજીનો 26 ઑક્ટોબરે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ વિરોધ કરશે. NCBએ 2 ઑક્ટોબરે મુંબઈ કિનારે ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા બાદ અને કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યા બાદ અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે.



અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ ટીમે પહેલાથી જ કેટલાક આરોપીઓના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ એકત્ર કર્યા છે જેમની પાસેથી ‘વ્યાપારી’ અથવા મોટી માત્રામાં ડ્રગ્સ (જે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ સખત સજાને પાત્ર છે) જપ્ત કરવામાં આવી હતી. એજન્સી આરોપીઓના આવકના સ્ત્રોતની પણ તપાસ કરી રહી છે.


અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ ટીમ આરોપીઓના મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી ડિલીટ કરવામાં આવેલા સંદેશાઓ અને વોટ્સએપ ચેટ્સ પણ શોધી રહી છે અને તપાસ કરી રહી છે કે તેઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે અન્ય કોઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા કે કેમ? NCBએ દરોડા દરમિયાન કેટલાક આરોપીઓ પાસેથી કથિત રીતે એમડીએમએ શોધી કાઢ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે, આ દવા મોટાભાગે યુરોપ અને અમેરિકામાંથી મેળવવામાં આવી છે અને એજન્સી તપાસ કરી રહી હતી કે આરોપીએ તે ક્યાંથી મેળવી હતી.


તેમણે દાવો કર્યો હતો કે આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ હાઈડ્રોપોનિક વીડ ડાર્ક નેટ (ગુપ્ત ઈન્ટરનેટ પોર્ટલ) દ્વારા ખરીદવામાં આવ્યું હતું.

NCB અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેત્રી અનન્યા પાંડે, જેની આ કેસના સંબંધમાં એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, તે તપાસમાં સહકાર આપી રહી હતી. 22 ઑક્ટોબરના રોજ, એજન્સીએ શહેરમાં છ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કેટલાક શકમંદો પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા હતા.

વહેલી સવારે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દડલાની દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટમાં આવેલી NCB ઓફિસની મુલાકાત લેતી જોવા મળી હતી. 21 ઑક્ટોબરના રોજ, NCBની ટીમે ઉપનગરીય બાંદ્રામાં અભિનેતાના નિવાસસ્થાન ‘મન્નત’ની મુલાકાત લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 09:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK