Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હોસ્પિટલમાં સારવાર મેળવવા નકલી પોલીસ યુનિફોર્મ પહેરી પહોંચેલી મહિલાની ધરપકડ

હોસ્પિટલમાં સારવાર મેળવવા નકલી પોલીસ યુનિફોર્મ પહેરી પહોંચેલી મહિલાની ધરપકડ

Published : 09 June, 2026 05:15 PM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Fake Cop in Pune: પુણે શહેરમાં પોલીસ અધિકારીનો ખોટો વેશ ધારણ કરીને ખાનગી ક્લિનિકમાં વિશેષ સુવિધા મેળવવાનો પ્રયાસ કરનાર 25 વર્ષની મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સમીના આસિફ ઇનામદાર ઉર્ફે સમીના અયૂબ પઠાણ તરીકે થઈ છે.

ધરપકડ કરાયેલ આરોપી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ધરપકડ કરાયેલ આરોપી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


પુણે શહેરમાં પોલીસ અધિકારીનો ખોટો વેશ ધારણ કરીને ખાનગી ક્લિનિકમાં વિશેષ સુવિધા મેળવવાનો પ્રયાસ કરનાર 25 વર્ષની મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સમીના આસિફ ઇનામદાર ઉર્ફે સમીના અયૂબ પઠાણ તરીકે થઈ છે. તેની ધરપકડ પુણેના કેમ્પ વિસ્તાર સ્થિત લશ્કર પોલીસ સ્ટેશનની ટીમે કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સમીના એક ડૉક્ટરની મુલાકાત લેવા ક્લિનિકમાં પહોંચી હતી. જોકે ભારે ભીડ અને અપોઇન્ટમેન્ટ ન મળતાં તેણે પોલીસ યુનિફોર્મ પહેરીને ક્લિનિકના સ્ટાફ પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને ઝડપથી સારવાર અથવા મુલાકાત મળી શકે. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સાથે જ તે અગાઉ પણ આવી રીતે પોલીસનો ખોટો વેશ ધારણ કરીને કોઈ લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં તેમજ અન્ય કોઈ છેતરપિંડી કે ભેજાબાજીના ગુનાઓમાં સંડોવાયેલી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સમીનાનું સ્વપ્ન પોલીસ દળમાં જોડાવાનું હતું, પરંતુ તે પૂર્ણ થઈ શક્યું નહોતું. હાલમાં તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.



આ સમગ્ર ઘટના 6 જૂને પ્રકાશમાં આવી હતી. તે દિવસે સબ-ઇન્સ્પેક્ટર મહેશ શિંદે અને તેમની ટીમ કેમ્પ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન, એક જાણીતી ખાનગી ક્લિનિકની બહાર ખાખી યુનિફોર્મમાં અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ના દરજ્જા દર્શાવતા સ્ટાર્સ સાથે ઉભેલી એક મહિલા તેમની નજરે ચડી હતી.


મહિલાનું વર્તન શંકાસ્પદ લાગતાં પોલીસે તેની ઓળખ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી હતી. મહિલા પોલીસ કર્મચારીઓની મદદથી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે તેને તેની પોસ્ટિંગ અને ઓળખપત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે સંતોષકારક જવાબ આપી શકી નહોતી અને ગોળમટોળ જવાબો આપતી રહી હતી.

ત્યારબાદ પોલીસે તેને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લીધી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે તે પોલીસ વિભાગ સાથે કોઈપણ રીતે સંકળાયેલી નથી અને ખોટી રીતે પોલીસ અધિકારી તરીકે પોતાને રજૂ કરી રહી હતી.


ડૉક્ટરની મુલાકાત લેવા ક્લિનિકમાં પહોંચી હતી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સમીના એક ડૉક્ટરની મુલાકાત લેવા ક્લિનિકમાં પહોંચી હતી. જોકે ભારે ભીડ અને અપોઇન્ટમેન્ટ ન મળતાં તેણે પોલીસ યુનિફોર્મ પહેરીને ક્લિનિકના સ્ટાફ પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને ઝડપથી સારવાર અથવા મુલાકાત મળી શકે.

આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સાથે જ તે અગાઉ પણ આવી રીતે પોલીસનો ખોટો વેશ ધારણ કરીને કોઈ લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં તેમજ અન્ય કોઈ છેતરપિંડી કે ભેજાબાજીના ગુનાઓમાં સંડોવાયેલી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 05:15 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK