તેનું શંકાસ્પદ વર્તન જોઈને તેને GRPના ASI દ્વારા આંતરવામાં આવ્યો હતો અને પૂછપરછમાં તેની પોલ ખૂલી ગઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) હોવાનો દાવો કરતા ૨૫ વર્ષના એક યુવકની કલ્યાણ સ્ટેશન પર બુધવારે ધરપકડ થઈ હતી. અવિનાશ જાધવ નામનો આરોપી યુવક મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના એક ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેને પકડીને કલ્યાણમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને સોંપવામાં આવ્યો હતો. તેનું શંકાસ્પદ વર્તન જોઈને તેને GRPના ASI દ્વારા આંતરવામાં આવ્યો હતો અને પૂછપરછમાં તેની પોલ ખૂલી ગઈ હતી.


