Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > `કશ્મીર ફાઈલ્સ` ફિલ્મની બતાવો ટિકિટ અને દૂધ પર મેળવો ડિસ્કાઉન્ટ

`કશ્મીર ફાઈલ્સ` ફિલ્મની બતાવો ટિકિટ અને દૂધ પર મેળવો ડિસ્કાઉન્ટ

26 March, 2022 08:14 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લોકોને ફિલ્મ પસંદ આવી રહી છે અને બૉક્સ ઑફિસ પર ફિલ્મ સારું કલેક્શન પણ કરી રહી છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાપ વિશે જણાવવામાં આવ્યું છે.

`કશ્મીર ફાઈલ્સ` ફિલ્મની બતાવો ટિકિટ અને દૂધ પર મેળવો ડિસ્કાઉન્ટ

The Kashmir Files

`કશ્મીર ફાઈલ્સ` ફિલ્મની બતાવો ટિકિટ અને દૂધ પર મેળવો ડિસ્કાઉન્ટ


કશ્મીર ફાઈલ્સ (the Kashmir files) ફિલ્મને લઈને હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. લોકોને ફિલ્મ પસંદ આવી રહી છે અને બૉક્સ ઑફિસ પર ફિલ્મ સારું કલેક્શન પણ કરી રહી છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાપ વિશે જણાવવામાં આવ્યું છે.

હવે આ ફિલ્મને લઈને એક દુધ વિક્રેતાએ અનોખી પહેલ કરી છે. ઘાટકોપરના નાયડુ કૉલોની સ્થિત દુધ સાગર ડેરી (Ghatkopar Dudh Sagar Dairy)ના માલિક અનિલ શર્માએ પોતાના ગ્રાહકોને ઑફર આપી છે કે તે `કશ્મીર ફાઈલ્સ` ફિલ્મની ટિકિટ બતાવીને દુધ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.



ફિલ્મની ટિકિટ બતાવો, અને મેળવો ડિસ્કાઉન્ટ
કશ્મીર ફાઈલ્સ ફિલ્મે 200 કરોડ રૂપિયાથી વધારેનું બિઝનેસ કર્યું છે, એવામાં આ ફિલ્મ જેણે જોઈ, જેને સારી લાગી તેઓ બીજાને પણ પ્રૉત્સાહિત કરી રહ્યા છે. પ્રૉત્સાહિત કરનારામાંનું એક નામ છે મુંબઈના દૂધ વેપારી અનિલ શર્માનું.


અનિલ શર્માએ પોતાના દુધના દુકાનની બહાર બેનર લગાડ્યું છે, જેમાં લખ્યું છે જે પણ વ્યક્તિ કશ્મીર ફાઈલ્સ જોશે અને તેની ટિકિટ બતાવશે તેને ગાયના દૂધ પર 20 ટકા છૂટ મળશે એટલે 44 રૂપિયા લીટરનું દૂધ 35 રૂપિયે લીટર પ્રમાણે મળશે.

અનિલ શર્માનો હેતુ આની પાછળનો વધારે ને વધારે લોકો આ ફિલ્મ જુએ એવો છે, જો કે આ માટે તે આ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપીને પોતાનું નુકસાન વેઠવા પણ તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2022 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK