આરોપીએ ૨૦૧૫માં તેના પાડોશમાં રહેતી ૧૩ વર્ષની ટીનેજરને પચાસ રૂપિયા આપીને તેની સાથે રમવા દેવાની માગણી કરી હતી
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે બાળકો સાથે થતા જાતીય અત્યાચાર બાબતે અગત્યનો ચુકાદો આપતાં કહ્યું હતું ‘બાળકનો હાથ પકડવો અને જાતીય ઇચ્છા સંતોષવા માટે પૈસા આપવા એ પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સ ઍક્ટ (POCSO) હેઠળ ‘જાતીય હુમલો’ ગણાશે, જે સજાપાત્ર અપરાધ છે.’
બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે પચીસ વર્ષના પુરુષ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવીને તેના ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં તેને પ્રોબેશનનો લાભ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
આરોપીએ ૨૦૧૫માં તેના પાડોશમાં રહેતી ૧૩ વર્ષની ટીનેજરને પચાસ રૂપિયા આપીને તેની સાથે રમવા દેવાની માગણી કરી હતી. ટીનેજરને આરોપી તેની સાથે સૂવાના અર્થમાં આવું કહી રહ્યો છે એની પાછળથી ખબર પડી હતી. આરોપીએ ફરીથી આ રીતે માગણી કરીને તેનો હાથ પકડી લીધો હતો. આ બન્ને કિસ્સામાં ટીનેજરનું જાતીય શોષણ કરવાનો ઇરાદો હોવાથી હાઈ કોર્ટે એને જાતીય હુમલો ગણાવ્યો હતો.


