Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરમજનક! પુણેમાં પતિએ પત્નીને મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું, ત્રણની ધરપકડ

શરમજનક! પુણેમાં પતિએ પત્નીને મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું, ત્રણની ધરપકડ

18 May, 2022 09:16 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આરોપી પતિ વારંવાર ફરિયાદી મહિલાને માનસિક ત્રાસ આપતો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બુધવારે પુણેની એક એવી ઘટના સામે આવી છે, જેણે પતિ-પત્નીના સંબંધોને કલંકિત કરી દીધા છે. પુણેના ભારતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્નીને તેના બે મિત્રો સાથે સેક્સ કરવા દબાણ કર્યું છે. શારીરિક સંબંધ બાંધતી વખતે પતિ પોતે જ ત્યાં ઊભો આ બધું જોઈ રહ્યો હતો. પતિ અને તેના બે સાથીઓ વિરુદ્ધ ભારતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ અંગે 48 વર્ષીય પરિણીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિ વારંવાર ફરિયાદી મહિલાને માનસિક ત્રાસ આપતો હતો. તેણીને ડિસેમ્બર 2020 માં હડપસરની એક લોજમાં તેની મરજી વિરુદ્ધ મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જુલાઇ 2021માં તેણે તેની પત્નીને કોરેગાંવ પાર્ક વિસ્તારના એક ફ્લેટમાં અન્ય મિત્ર સાથે અકુદરતી સેક્સ કરવા દબાણ કર્યું અને આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે આરોપી પોતે ત્યાં ઊભો રહીને આ બધુ જોઈ રહ્યો હતો.



આ તમામ મામલા બાદ આખરે ફરિયાદીએ આજે ​​ભારતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના પતિ અને બે મિત્રો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2022 09:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK