વેસ્ટર્ન રેલવેમાં રવિવારે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લૉક રહેશે. સવારે ૧૦.૩૫ વાગ્યાથી બપોરે ૩.૩૫ વાગ્યા સુધી ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ લોકલ સ્ટેશન વચ્ચે બધી ફાસ્ટ લાઇનની ટ્રેનો સ્લો લાઇન પર દોડાવવામાં આવશે.
CSMT-વિદ્યાવિહાર સ્ટેશન વચ્ચે રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લૉક
વેસ્ટર્ન રેલવેમાં રવિવારે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લૉક રહેશે. સવારે ૧૦.૩૫ વાગ્યાથી બપોરે ૩.૩૫ વાગ્યા સુધી ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ લોકલ સ્ટેશન વચ્ચે બધી ફાસ્ટ લાઇનની ટ્રેનો સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. બ્લૉક દરમ્યાન અમુક ટ્રેનો રદ રહેશે. ચર્ચગેટ જતી કેટલીક ટ્રેનોને બાંદરા અથવા દાદર સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે ૧૦.૫૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. આ સમયગાળા દરમ્યાન CSMTથી વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનો અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે જે ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર ઊભી રહેશે.
કુર્લા અને વાશી વચ્ચે હાર્બર લાઇન પર સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. આ દરમ્યાન અપ અને ડાઉન લાઇનની ટ્રેનો રદ રહેશે. બ્લૉક દરમ્યાન CSMT-કુર્લા અને પનવેલ-વાશી સેક્શન પર સ્પેશ્યલ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. હાર્બર લાઇનના મુસાફરોને સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી થાણે અને વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે.


