મહિલા ડૉક્ટર પાસે તેમનું પૂરું ઍડ્રેસ નથી. હાલ આ બન્ને નોકરાણીઓ ગાયબ હોવાથી પોલીસે તેમની શોધ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણના મુરબાડ રોડ પર રહેતાં ૬૧ વર્ષનાં મહિલા ડૉક્ટરના ઘરમાંથી ૧૬.૨૫ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. ૧૧ નવેમ્બરે તેમણે આ સંદર્ભે મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આ ચોરી ઑગસ્ટ મહિનાથી લઈને ૧૧ નવેમ્બર દરમ્યાન થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ ચોરી માટે તેમના ઘરની બે નોકરાણી પર તેમણે શંકા વ્યક્ત કરી હતી. એક નોકરાણી ૪૫ વર્ષની છે અને તે કલ્યાણમાં રહે છે, જ્યારે બીજી નોકરાણી ૨૧ વર્ષની છે અને તે ડોમ્બિવલીમાં રહે છે એવું જણાવવામાં આવ્યું હતું. જોકે મહિલા ડૉક્ટર પાસે તેમનું પૂરું ઍડ્રેસ નથી. હાલ આ બન્ને નોકરાણીઓ ગાયબ હોવાથી પોલીસે તેમની શોધ શરૂ કરી છે.


