બે કલાક સુધી ભારે જહેમત બાદ આખરે દીપડાને ઝડપી લેવાયો હતો
તેને પકડવાના પ્રયાસમાં એક પોલીસ-કર્મચારી સહિત ૪ જણ ઘાયલ થયા હતા.
કોલ્હાપુરના નાગળા પાર્કમાં ઘણી અવરજવર હોવા છતાં અહીં દીપડો આવી ચડ્યો હતો એટલે લોકોમાં ગભરાટ અને ભય ફેલાઈ ગયો હતો. એક હોટેલના કમ્પાઉન્ડમાંથી તે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ની ઑફિસના કમ્પાઉન્ડમાં છલાંગ લગાવીને આવી ચડ્યો હતો અને એક ચેમ્બરમાં ફસાઈ ગયો હતો. એ પછી તેને પકડી લેવા વન વિભાગ, પોલીસ અને ફાયર-બ્રિગેડના કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસ કર્યા હતા. બે કલાક સુધી ભારે જહેમત બાદ આખરે દીપડાને ઝડપી લેવાયો હતો. જોકે એમ છતાં તેને પકડવાના પ્રયાસમાં એક પોલીસ-કર્મચારી સહિત ૪ જણ ઘાયલ થયા હતા.


