નાગપુરમાં યોજાનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં મહેમાનોને આ બુકે આપવામાં આવશે
ટકાઉ કાપડના ગુલદસ્તા
મહારાષ્ટ્રના નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્ર માટે એક અનોખી અને પર્યાવરણને અનુકૂળ પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સ્ટેટ હૅન્ડલૂમ કૉર્પોરેશન લિમિટેડે સ્થાનિક કારીગરો દ્વારા આકર્ષક અને ટકાઉ કાપડના ગુલદસ્તા બનાવ્યા છે. પર્યાવરણનું રક્ષણ કરવાના અને હૅન્ડલૂમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ કાપડના ગુલદસ્તા ફૂલોને બદલે ઉપયોગમાં લેવાશે. શહેરમાં આ ખાસ ગુલદસ્તાને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
કાપડના ગુલદસ્તામાં નૅપકિન્સ, રૂમાલ, ટુવાલ અને કોસા સિલ્ક જેવા હાથથી બનાવેલા કાપડનો સમાવેશ થાય છે. ગુલદસ્તા સાથે એક આકર્ષક કાપડની બૅગ પણ સામેલ છે. ઉમરેડ રોડ પર આવેલા મહારાષ્ટ્ર સ્ટેટ હૅન્ડલૂમ કૉર્પોરેશન સેન્ટર ખાતે તૈયાર કરાયેલા આ કાપડના ગુલદસ્તા સત્રમાં આવનારા મહેમાનોને આપવામાં આવશે.


