કૉન્ગ્રેસના ૯, BJPના ૮, શરદ પવાર જૂથના ૭, અજિત પવાર જૂથના ૩, શિવસેનાના ૩, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ૧, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય સમાજ પક્ષના ૧-૧ નેતાએ બળવો કર્યો છે
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું આજે રિઝલ્ટ જાહેર થઈ રહ્યું છે અને મહાયુતિ કે મહા વિકાસ આઘાડીમાંથી કોઈને પણ બહુમતી ન મળે એવું એક્ઝિટ પોલના કેટલાક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. ખરેખર જો આવું ત્રિશંકુ રિઝલ્ટ આવે તો વિવિધ રાજકીય પક્ષોએ ટિકિટ ન આપતાં બળવો કરનારા ૩૩ નેતાઓએ મહાયુતિ અને મહા વિકાસ આઘાડીની ચિંતા વધારી દીધી છે. બળવો કરનારા કેટલાક ઉમેદવારો પક્ષના સત્તાવાર ઉમેદવારોને માત કરી શકે એવા સક્ષમ હોવાથી આ ૩૪ બેઠકમાં કોણ બાજી મારશે એ કહેવું મુશ્કેલ છે. કૉન્ગ્રેસના ૯, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૮, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના ૭, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ૩, શિવસેનાના ૩, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ૧, સમાજવાદી પાર્ટીના ૧ અને રાષ્ટ્રીય સમાજ પક્ષના ૧ મળીને કુલ ૩૩ નેતાએ બળવો કર્યો છે.
બેઠક બળવાખોર ઉમેદવાર |
|
નાંદગાવ |
સમીર ભુજબળ, NCP |
અક્કલકુવા |
હિના ગાવિત, BJP |
કસબા |
કમલ વ્યવહારે, કૉન્ગ્રેસ |
પર્વતી |
આબા બાગુલ, કૉન્ગ્રેસ |
કોપરી-પાચપાખાડી |
મનોજ શિંદે, કૉન્ગ્રેસ |
કારંજા |
યયાતી નાઈક, NCP-SP |
શિવાજીનગર |
મનીષ આનંદ, કૉન્ગ્રેસ |
ઇંદાપુર |
પ્રવીણ માને, NCP |
પુરંદર |
દિગંબર દુર્ગડે, NCP |
પુરંદર |
સંભાજી ઝેંડે, શિવસેના |
માવળ |
બાપુ ભેગડે, NCP |
જુન્નર |
આશા બુચકે, BJP |
ખેડ આળંદી |
અતુલ દેશમુખ, NCP-SP |
ભોર |
કિરણ દગડે પાટીલ, BJP |
મીરા રોડ |
ગીતા જૈન, BJP |
સિંદખેડા રાજા |
ગાયત્રી શિંગણે, NCP-SP |
બીડ |
જ્યોતિ મેટે, રાષ્ટ્રીય સમાજ પક્ષ |
સોલાપુર સિટી સેન્ટ્રલ |
તૌફીક શેખ, NCP-SP |
શ્રીવર્ધન |
રાજા ઠાકુર, કૉન્ગ્રેસ |
સાવનેર |
અમોલ દેશમુખ, કૉન્ગ્રેસ |
કાટોલ |
યાજ્ઞવલ્ક્ય જિચકર, NCP-SP |
રામટેક |
ચંદ્રપાલ ચૌકસે, કૉન્ગ્રેસ |
ઉમરેડ |
પ્રમોદ ઘરડે, BJP |
નાગપુર-વેસ્ટ |
નરેન્દ્ર જિચકર, કૉન્ગ્રેસ |
સોલાપુર સિટી નૉર્થ |
શોભા બનશેટ્ટી, BJP |
શ્રીગોંદા |
રાહુલ જગતાપ, સમાજવાદી પાર્ટી |
અહેરી |
અંબરીશરાવ અત્રામ, BJP |
વિક્રમગડ |
પ્રકાશ નિકમ, શિવસેના |
નાશિક સેન્ટ્રલ |
હેમલતા પાટીલ, કૉન્ગ્રેસ |
માવળ |
બાપુ ભેગડે, NCP-SP |
જુન્નર |
શરદ સોનવણે, શિવસેના |
ભોર |
કિરણ દગડે, BJP |
બડનેરા |
પ્રીતિ બંડ, UBT |
ADVERTISEMENT