બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ વિષયવાર આખું ટાઇમટેબલ mahahsscboard.in પરથી મેળવીને એ મુજબ તૈયારી કરી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશને દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ૨૦૨૫-’૨૬ની એક્ઝામનું ટાઇમટેબલ જાહેર કરી દીધું છે.
બારમા ધોરણની પરીક્ષા ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થશે, જે ૧૧ માર્ચ સુધી ચાલશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. સવારની શિફ્ટ સવારે ૧૧થી બપોરે બે વાગ્યા સુધી અને બપોરની શિફ્ટ બપોરે ત્રણથી સાંજે ૬ વાગ્યા સુધી હશે.
ADVERTISEMENT
ટેન્થની એક્ઝામ ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને ૧૮ માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષાઓ પણ વિષયના આધારે બે શિફ્ટમાં લેવામાં આવશે. મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા નક્કી કરેલાં કેન્દ્રો પર ઑફલાઇન (પેન અને પેપર) મોડમાં લેવામાં આવશે.
બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ વિષયવાર આખું ટાઇમટેબલ mahahsscboard.in પરથી મેળવીને એ મુજબ તૈયારી કરી શકે છે.


