ગ્રુપ B અને C સર્વિસ માટેની આ પરીક્ષા હવે ૪ અને ૧૧ જાન્યુઆરીએ લેવાશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)એ ૨૧ ડિસેમ્બરની પ્રિલિમ્સ એક્ઝામ મોકૂફ રાખી છે. ૨૧ ડિસેમ્બરે સવારે ૧૧થી ૧૨ વાગ્યા સુધી ગ્રુપ B (નૉન-ગૅઝેટેડ) સર્વિસ માટે પ્રિલિમ્સ એક્ઝામનું આયોજન હતું. રાજ્યમાં નગરપરિષદો અને નગરપંચાયતોના ઇલેક્શનની ૨૧ ડિસેમ્બરે મતગણતરી થવાની છે. એ કારણે આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. હવે ગ્રુપ B (નૉન-ગૅઝેટેડ) સર્વિસ માટેની પ્રિલિમ્સ ૪ જાન્યુઆરીએ અને ગ્રુપ Cની પ્રિલિમ્સ ૧૧ જાન્યુઆરીએ યોજાશે. MPSCએ તમામ જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે.


