મહિલા ડૉક્ટરે દવાઓનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેની સહકર્મચારીએ તાત્કાલિક તેને હૉસ્પિટલમાં પહોંચાડી હતી
જે. જે. હૉસ્પિટલની ફાઇલ તસવીર
જે. જે. હૉસ્પિટલની હૉસ્ટેલમાં એક મહિલા ડૉક્ટરે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેને તાત્કાલિક સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. થોડા સમય પહેલાં જે. જે. હૉસ્પિટલના એક ડૉક્ટરે અટલ સેતુ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી અને હવે આ મહિલા ડૉક્ટરે પણ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હૉસ્પિટલ પ્રશાસન સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
મહિલા ડૉક્ટરે દવાઓનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેની સહકર્મચારીએ તાત્કાલિક તેને હૉસ્પિટલમાં પહોંચાડી હતી. ત્યાં સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. ઉત્તર પ્રદેશમાં રહેતા તેના પરિવારજનોને ખબર આપવામાં આવી છે. હજી આત્મહત્યાનું કારણ જાણી શકાયું ન હોવાનું હૉસ્પિટલના પ્રશાસને કહ્યું હતું.
આ કેસમાં જે. જે. હૉસ્પિટલની કમિટી અને મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટની કમિટી એમ બે જુદી-જુદી તપાસસમિતિ કાર્યવાહી કરશે, જેના રિપોર્ટ પછી આખા મામલે સ્પષ્ટતા થશે એમ જે. જે. હૉસ્પિટલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

