ફિલ્મ નિર્માતા કે તેના ભાઈની ઓળખ વિશે વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી પણ સમાચાર એજન્સી એએનઆઇએ મુંબઇ પોલીસના હવાલે ધરપકડના રિપૉર્ટની પુષ્ઠિ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
ફિલ્મ નિર્માતાના 35 વર્ષીય ભાઈ વિરુદ્ધ કહેવાતી રીતે યોન શોષણ મામલે એફઆઇઆર નોંધવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા (આઇપીસી)નો ધારો 354 હેઠળ આરોપી પર આ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, ફિલ્મ નિર્માતા કે તેના ભાઈની ઓળખ વિશે વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી પણ સમાચાર એજન્સી એએનઆઇએ મુંબઇ પોલીસના હવાલે ધરપકડના રિપૉર્ટની પુષ્ઠિ કરી છે.
"મુંબઇ પોલીસે એક ફિલ્મ નિર્માતાના ભાઈ સ્વપ્નિલ લોખંડે (35 વર્ષીય) પર એક સંઘર્ષરત અભિનેત્રીને ભૂમિકા આપવાના બદલે અયોગ્ય રીતે સ્પર્શવાનો અને યૌન સંબંધ બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. આ મામલે ધારો 354 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આરે પોલીસના એક વરિષ્ઠ અધિકારી જ્યોતિ દેસાઇએ આ સમાચારની પુષ્ઠિ કરતા કહ્યું કે એક મરાઠી ધારાવાહિક અભિનેત્રી દ્વારા ફરિયાદ નોંધાવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી."