Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: ગોવંડીમાં 19 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર, ચાર આરોપી ઝડપાયા

Mumbai: ગોવંડીમાં 19 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર, ચાર આરોપી ઝડપાયા

23 January, 2022 01:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધરપકડ કરાયેલા ૪ આરોપીઓમાંથી ૨ સગીર છે.

પ્રતીકાત્મક તસવીર

Mumbai Crime

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના પૂર્વ ઉપનગર ગોવંડી ખાતે શનિવારે સવારે ચાર પુરુષો દ્વારા એક યુવતી પર કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. રવિવારે, શિવાજી નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અર્જુન રાજને માહિતી આપી હતી કે આ ઘટનાના ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ કરાયેલા ૪ આરોપીઓમાંથી ૨ સગીર છે. મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીએ શનિવારે કહ્યું હતું કે શિવાજી નગર વિસ્તારમાં બનેલી ઘટનામાં સામેલ બે સગીરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને ચોથા આરોપીની શોધ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે “મુંબઈના શિવાજી નગરમાં ગેંગરેપની આ ઘટના શનિવારે સવારે લગભગ 4.30 વાગ્યે મેટી રોડ પરની ઝૂંપડપટ્ટીમાં બની હતી.” તેમણે કહ્યું કે “19 વર્ષીય મહિલા કેટલાક કેટરર્સ સાથે કામ કરે છે અને જ્યારે આ ઘટના બની ત્યારે તે કામ પરથી પરત ફરી રહી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, ત્યારબાદ પીડિતાએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી.” તેમણે કહ્યું હતું કે “આ સંબંધમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.”



પોલીસની ઓછામાં ઓછી 10 ટીમો વજ્રેશ્વરી, મુંબ્રા, વાશી, બેલાપુર, વડાલા, સીએસએમટી, એલટી માર્ગ, મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો પર મોકલવામાં આવી હતી. ટેકનિકલ ઇનપુટ્સની મદદથી, બે સગીરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જ્યારે તેઓ શનિવારે બપોરે ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.”


બંનેની પૂછપરછ કર્યા બાદ પોલીસને અન્ય એક સગીર આરોપી વિશે માહિતી મળી હતી અને તે પણ ઝડપાઈ ગયો હતો. રવિવારે, પોલીસે માહિતી આપી છે કે આ ઘટનાના તમામ આરોપીઓ પકડાઈ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2022 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK