કબીર મહેતાએ ૨૦૧૬માં, અંગદાન કાર્યક્રમ - શ્રીમદ્ રાજચંદ્ર ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ (SRODP) અંતર્ગત અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી. આ અભિયાન પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી શરૂ થયું હતું અને તેઓ પ્રથમ પ્રતિજ્ઞા લેનાર હતા.
કબીર મહેતા
મુંબઈમાં 2 ઑગસ્ટનાં રોજ માનવતા અને દુરદ્રષ્ટિના ઉદાહરણરૂપ, ૫૭ વર્ષીય કબીર મહેતાએ બ્રેઇન ડેડ થયા બાદ પોતાના શરીરનાં વિવિધ અંગોનું દાન કરીને ૧૦ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. તેમને ૨૯ જુલાઈએ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના હ્રદય, લીવર, કિડનીઝ, કોર્નિયા અને ત્વચાના દાનથી દર્દીઓને નવી આશા મળી છે – જેમાં ૨ લોકોને દ્રષ્ટિ, ૨ ને કિડની, ૧ ને લીવર અને ૧ ગંભીર દર્દીને હ્રદય મળ્યું છે, જ્યારે બહુવિધ બર્ન પીડિતોને તેમની ત્વચાથી સારવાર મળી રહી છે.
કબીર મહેતાએ ૨૦૧૬માં, અંગદાન કાર્યક્રમ - શ્રીમદ્ રાજચંદ્ર ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ (SRODP) અંતર્ગત અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી. આ અભિયાન પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી શરૂ થયું હતું અને તેઓ પ્રથમ પ્રતિજ્ઞા લેનાર હતા. કબીર મહેતા, તેમની પત્ની ડૉ. બિજલ મહેતા અને પુત્રી ડૉ. મીરા મહેતા આ પહેલમાં સામેલ થતા પ્રારંભિક ૫,૦૦૦ પ્રતિજ્ઞાર્થીઓમાં હતાં. પરિવારના સભ્યો માત્ર સહી કરી નહોતી, પણ અંગદાન અંગેની સમજ વધારો અને ભૂલભ્રમ દૂર કરવા માટે વિવિધ કાર્યક્રમો, કોર્પોરેટ તથા સમુદાય સ્તરે સક્રિયપણે કરી જાગૃતિ ફેલાવતાં રહ્યા.
ADVERTISEMENT
ડૉ. બિજલ મહેતાએ ગાઢ વ્યક્તિગત દુઃખ વચ્ચે પણ શાંતિ અને દ્રઢતાથી પતિની પ્રતિજ્ઞાને માન આપતા તરત જ ડૉક્ટર્સને ઓર્ગન ડોનેશનની મંજૂરી આપી. તેમના જાગ્રત નિર્ણય અને સમયસૂચક કાર્યવાહીએ હૉસ્પિટલ અને ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો ઓર્ડિનેશન સેન્ટરને (ZTCC) અવયવો શોધીને તાત્કાલિક જરૂરિયાત ધરાવતા દર્દીઓ સુધી પહોંચાડવા સક્ષમ બનાવ્યા. આ ક્ષણ આપણી સામે એક મહત્ત્વપૂર્ણ સત્ય ઉપસ્થિત કરે છે – જ્યારે મુંબઈએ ૨૦૨૪માં ૬૦ બ્રેઇન-સ્ટેમ ડેથ દાન નોંધાવ્યાં અને ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૧૯ કેસ નોંધાયા છે, ત્યારે અનેક સંભવિત દાન ફક્ત સંમતિના અભાવ અથવા જાગૃતિનાં અભાવે ગુમાવી દેવામાં આવે છે. મહેતાનો પ્રસંગ સમયસર લેવાયેલા નિર્ણય અને સમુદાયમાં થયેલી ચર્ચાઓનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે.
View this post on Instagram
"કબીરભાઈ મહેતા અને તેમના પરિવારનો નિર્ણય ખરેખર પ્રેરણાદાયી છે. લગભગ દાયકાં પહેલાં શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેરના પ્રયાસો હેઠળ વાવેલા બીજો આજે જીવન દાન રૂપે ફળ આપી રહ્યાં છે. કબીરભાઈનું જીવન અને નિર્ણયો એ સાબિત કરે છે કે યોગ્ય મૂલ્યો થી પ્રેરિત એક વ્યક્તિ કેટલો મોટો પરિવર્તન લાવી શકે," એમ SRLC (શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર) ના પ્રતિનિધીએ જણાવ્યું.
મહેતાનો ઉત્કૃષ્ટ દાન વધુ અસરકારક બન્યો છે જ્યારે આપણે જોઈએ છે કે મુંબઈમાં દર વર્ષે ૪,૫૦૦થી ૫,૦૦૦ લોકો અતિ આવશ્યક અંગપ્રત્યારોપણ માટે નોંધાવે છે પણ એમાંથી ૧૦ ટકાથી પણ ઓછા લોકોને જ દાન મળે છે. આ ખામી વધારે જનજાગૃતિ, સમયસર સંમતિ અને સક્રિય ભાગીદારીની જરૂરિયાત દર્શાવે છે. જ્યારે આખું ભારત ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપલબ્ધ અંગોની અછતનો સામનો કરી રહ્યું છે, ત્યારે શ્રી મહેતાની વાર્તા એ દર્શાવે છે કે સતત જાગૃતિ અને કેડાવર દાનના પ્રયત્નો કેટલો મોટો ફરક પાડી શકે છે. એનજીઓ શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના જાગૃતિ અભિયાન હેઠળ દશક પહેલાં લેવાયેલા પ્રતિજ્ઞાનો સાકાર રૂપાંતર, જીવન બચાવનારા અંગપ્રત્યારોપણમાં પરિણમ્યું. શહેરમાં પ્રત્યારોપણ માટે મહત્ત્વપૂર્ણ અંગોની ઉપલબ્ધતાની 80-90 ટકા અછત વચ્ચે, એક પ્રતિજ્ઞાએ 10 જીવ બચાવ્યા.
શ્રીમદ રાજચંદ્ર અંગદાન કાર્યક્રમ વિષે વધુ માહિતી માટે: https://loveandcare.srmd.org/organ-donation/

